Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

સોમનાથ રામ મંદિરના હોલમાં ગુજરાતનો ગરબોઃ કાર્યક્રમમાં રાસ-ગરબાના ખેલૈયાઓએ બોલાવી રમઝટ

વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે ગૌરવવંતી ક્ષણઃ જિલ્લા કલેક્‍ટર એચ.કે.વઢવાણિયા

પ્રભાસ પાટણ, તા.૭: ભારતમાંથી અમૂર્ત સાંસ્‍કળતિક વારસો (ICH) તરીકે ‘ગુજરાતના ગરબા'નું નામાંકન યુનેસ્‍કોની માનવતાની પ્રતિનિધિ યાદીમાં અમૂર્તની સુરક્ષા માટેની આંતર-સરકારી સમિતિના અઢારમા સત્રમાં અંકિત થયું છે. ગુજરાત ગરબાની ભૂમિ હોવાને કારણે અને યુનેસ્‍કો શિલાલેખને રાષ્‍ટ્રીય ગૌરવની બાબત ગણતા રમતગમત યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગપ્રગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, ગીર સોમનાથ દ્વારા આ માઈલસ્‍ટોનની ઉજવણી કરતાં શ્રી રામ મંદિર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછારના અધ્‍યક્ષસ્‍થાને ગુજરાતનો ગરબો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્‍થિત સર્વેએ જીવંત કાર્યક્રમ પણ નિહાળ્‍યો હતો.

આ તકે, જિલ્લા કલેક્‍ટરશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્‍યું હતું કે, ગરબા એ ગુજરાતની પુરાતન સંસ્‍કળતિ છે. ગરબો એ ગુજરાતીઓની રગોરગમાં વણાયેલો છે. નળત્‍ય અને ઉમંગનો આ તહેવાર સમગ્ર વિશ્વમાં લાંબા ચાલતા તહેવાર તરીકે જાણીતો છે. જેને યુનેસ્‍કોએ આ એક નવી ઓળખ આપી છે. વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવવંતી ક્ષણ છે.

આ તકે, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી એચ.ડી.મકવાણાએ મહાનુભાવોનું શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી. ‘અમૂર્ત સાંસ્‍કળતિક વારસા' તરીકે ‘ગુજરાતનો ગરબો' કાર્યક્રમમાં મોડેલ સ્‍કૂલ ઈણાજ દ્વારા ભગવાન શ્રી કળષ્‍ણ અને રાધાને સમર્પિત ‘ઘમર ઘમર મારૂ વલોણું'રાસ તેમજ કચ્‍છી પરંપરાના ગરબાની પ્રસ્‍તુતી કરી હતી. ઉપરાંત પીટીસી કોલેજ પ્રભાસ પાટણ દ્વારા ‘મન મોર બની થનગાટ કરે' પર પરંપરાગત ગરબાની અને મહાદેવ ગળપ દ્વારા રાસડો જામ્‍યોની પ્રસ્‍તુતિ કરવામાં આવી હતી.

નળત્‍યના સ્‍વરૂપ તરીકે ગરબા ધાર્મિક વિધિઓ અને ભક્‍તિના મૂળમાં ઊંડે સુધી પથરાયેલા છે.

નવી પેઢી ગરબાનું સાંસ્‍કળતિક, સામાજિક અને વૈજ્ઞાનિક મહત્‍વ સમજે, ગુજરાતની આપણી આ અમૂર્ત સાંસ્‍કળતિક ધરોહરનું જતન અને સંવર્ધન થાય તેવા શુભ આશયથી ગુજરાતના ગરબાની ઉજવણી કાર્યક્રમમાં પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી અશ્વીનભાઈ સોલંકી, અગ્રણી શ્રી મહેન્‍દ્રભાઈ પીઠિયા, સોમનાથ ટ્રસ્‍ટ પ્રતિનિધિ શ્રી અજયભાઈ દુબે સહિત અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ સહિત ગીર સોમનાથવાસીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં.

(12:12 pm IST)