Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર દ્વારા વિશ્વ માટી દિવસની ઉજવણી

 (રામસિંહ મોરી) સુત્રાપાડાઃ કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર કોડીનાર દ્વારા વિશ્વ માટી દિવસની અંદાજે ૫૦ સહભાગીઓ/ ખેડૂતો સાથે વિશ્વ માટી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એસ.ટી.હડીયાલે ઉદઘાટન પ્રવચન આપ્‍યુ. જમીન આરોગ્‍ય દિવસની ઉજવણીના મહત્‍વ વિશે જણાવ્‍યું. આ કાર્યક્રમમાં ડો.એન.બી.જાદવ, ડીઇઇ-જે.એ.યુ. જૂનાગઢ ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે જમીન પરીક્ષણના આધારે પાક ઉત્‍પાદન અને ખાતરના ઉપયોગ માટે જમીનના સ્‍વાસ્‍થ્‍યના મહત્‍વ વિશે સમજાવ્‍યુ હતું. જીતેન્‍દ્રસિંહ એસએસએચ કેવીકે કોડીનારે સોઇલ હેલ્‍થ કાર્ડનું મહત્‍વ અને ખેડૂતો માટે માટી પરીક્ષણની જરૂરીયાત શા માટે સમજાવી હતી. આ પ્રસંગે ખેડૂતોને કુલ ૨૯ સોઇલ હેલ્‍થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્‍યુ હતું. આર.ટી.રાઠોડે આ કાર્યક્રમનો આભાર વ્‍યકત કર્યો હતો. કાર્યક્રમની સફળતા માટે સમગ્ર કેવીકે ટીમે જહેમત ઉઠાવી હતી.

(12:08 pm IST)