Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

વાંકાનેરની એલ. કે. સંઘવી કન્‍યા વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

 વાંકાનેર : વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રીમતી એલ. કે. સંઘવી કન્‍યા વિદ્યાલય ખાતે રમત ગમત અને યુવા સાંસ્‍કળતિક પ્રવળત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિ કચેરી- મોરબી દ્વારા વાંકાનેર તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વાંકાનેર તાલુકાના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ૬થી ૧૪ વર્ષ વય જૂથ, ૧૫ થી ૨૧ વર્ષ વય જૂથ, ૨૧ થી ૫૯ વર્ષ વય જૂથ અને ૬૦ પ્‍લસના ૨૦૦ જેટલા સ્‍પર્ધકોએ એક પાત્રીય અભિનય નિબંધ, ચિત્ર, વકળત્‍વ, પાત્રીય, લગ્ન ગીત સુગમ, તબલા, હાર્મોનિયમ વાદન સહિત વિવિધ વ્‍યક્‍તિગત સ્‍પર્ધા તેમજ લોકનળત્‍ય ગરબા, રાસ જેવી સામૂહિક સ્‍પર્ધામાં સ્‍પર્ધકોએ ભાગ લીધેલ હતો. એલ કે સંઘવી કન્‍યા વિદ્યાલય ખાતે યોજાયેલ. કલા મહાકુંભમાં શ્રીમતી એલ. કે. સંઘવી કન્‍યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ ગરબા સ્‍પર્ધામાં પ્રથમ નંબર મેળવ્‍યો હતો, જે આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ રમવા માટે જશે. આ ઉપરાંત લોકગીત નિબંધ વકળત્‍વમાં બીજો નંબર, લગ્ન ગીત ચિત્રમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે. આ તકે રમત ગમત અધિકારી કચેરીના નાકીયા,  બુધ્‍ધદેવ વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા. શાળાના આચાર્ય દર્શનાબેન તથા શિક્ષકો દ્વારા આ આયોજન કરવામાં આવેલ, જેમાં પટોડીભાઇનો વિશેષ સાથ સહકાર મળ્‍યો હતો.

(6:09 pm IST)