Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

ચોટીલા કોલેજમાં સાઇબર જાગૃતિ અંગે સેમીનાર યોજાયો

 ચોટીલા : ગૃહ મંત્રાલય ભારત સરકાર દ્વારા રાજયમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા સારૂ દર માસના પ્રથમ બુધવારે સાયબર જાગૃતિ દિવસની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આર્ટસ કોલેજ ચોટીલા ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતુ. ચોટીલા પોલીસનાં એસ.એમ.ઓડેદરા  સરદારસિંહ, સુભાષભાઇ અમરશીભાઇ હાજર રહી કોલેજના સ્‍ટાફ પરિવાર અને વિધાર્થીઓને સાયબર ક્રાઇમ બાબતે રાખવાની કાળજી અને સાયબર ક્રાઇમનો ભોગ બન્‍યા બાદ લેવાના થતા પગલાઓ અંગે તથા સાયબર ક્રાઇમની હેલ્‍પલાઇન-૧૯૩૦ વિશે વિસ્‍તૃત માહિતી આપવામાં આવેલ. તેમજ ગુડ ટચ બેડ ટચ બાબતે અને ટ્રાફીક એવરનેશ વિશે સમજ કરવામાં આવેલ તથા પોક્‍સો અને મહિલા જાગૃતિ બાબતે સમજ આપવામાં આવેલ હતી. (તસ્‍વીર : હેમલ શાહ)

(12:07 pm IST)