Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

વાંકાનેરમાં હિટ ઍન્ડ રનની ઘટનામાંથાર હડફેટે હસીનાબેન શેરસીયાનું મોત

(લિતેશ ચંદારાણા-મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૭ : વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામ પાસે આવેલ સીઍનજી પંપ સામે આસપાસ હિટ ઍન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં ઍક બ્લેક કલરની થાર કારના ચાલકે બેદરકારી દાખવી હાઇવે પરથી પસાર થતી ઍક મહિલાને હડફેટે લેતા મહિલાનું મોત થયું હતું.
પ્રા વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામના બોર્ડ પાસે આવેલ સીઍનજી પંપ સામે નેશનલ હાઇવે પરથી પસાર થતાં હસીનાબેન ઇસ્માઇલભાઇ શેરસીયા (ઉ.પર રહે. સિંધાવદર), નામની મહિલાને ત્યાંથી પસાર થતી ઍક મહિન્દ્રા થાર કાર નં. જીજે-૩૬-ઍજે-૯૦૯ ના ચાલકે ગંભીર બેદરકારી દાખવી હડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા થતા તાત્કાલીક સારવાર અર્થે પીર મશાયખ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જયાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. હિટ ઍન્ડ રનની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે.


 

(12:06 pm IST)