Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

વાંકાનેરના ર૭ ગામોના તળાવો ભરાશે

વાંકાનેર થોડા સમય પહેલા રાજયસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, લોકસભાના સાંસદ મોહનભાઇ કુંડારીયા તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલભાઇ અણીયારીયા, ભાજપ આગેવાન વાઘજીભાઇ ડાંગરોચા, કાળુભાઇ કાંકરેચા, તાલુકા પંચાયત ચેરમેન જીજ્ઞાસાબેન મેર, તાલુકા પંચાયત સદસ્‍યો ઢુવા મહાલના સરપંચો, આગેવાનો તથા તાલુકા સંગઠન સહિતનાઓએ ગાંધીનગર સચિવાલય ખાતે કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ઢુવા અને ચંદ્રપુર શીટના ર૭ ગામોને સૌની યોજના અંતર્ગત સિંચાઇ માટે તળાવો ભરવાની રજુઆત કરવામાં આવી હતી. એના અનુસંધાને ગાંધીનગર કેબીનેટ મિટીંગમાં અંદાજે ૧૦૦ કરોડ જેટલી રકમની સૈધ્‍ધાંતિક મંજુરી મળેલ છે.

(12:06 pm IST)