Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

ગીર સોમનાથના સાત અજુબાએ કરાટેમાં મેળવ્‍યા ૩ ગોલ્‍ડ મેડલ ૨ સિલ્‍વર મેડલ ૨ બ્રોન્‍ઝ મેડલ

૧૯મી ઇન્‍ટરનેશનલ કક્ષાની કરાટે ચેમ્‍પિયનશીપનું આયોજન પોર્ટ સ્‍ટેડિયમ વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ ખાતે ઓલ ઇન્‍ડિયા વાડો - કાય કરાટે ડો. એસોસિએશનના ચેરમેન શિહાન રાજેશ અગ્રવાલના નેજા હેઠળ કરવામાં આવેલ હતું. જેમાં ઈન્‍ડિયા, ઓસ્‍ટ્રેલિયા, ચીન, નેપાલ , મલેશિયા, શ્રીલંકા, ઉજબેકીસ્‍તાન, ભૂટાન, ઈન્‍ડોનેશિયા, યૂરોપ, સહિતના ૧૦ દેશોએ ભાગ લીધો હતો. જેમાં આશરે ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ દેશો માંથી જોડાયા હતા. ગીર સોમનાથ જિલ્લામાંથી (૧) ધાર્મિક કુહાડા સંદીપભાઈ - ગોલ્‍ડ મેડલ અનેᅠ(૨) મન કુહાડા સંદીપભાઈ - ગોલ્‍ડ મેડલ - ઘીવાલા ઇંગ્‍લીશ મેડિયમ સ્‍કુલ (૩) નયન દાસ રામેશ્વર - ગોલ્‍ડ મેડલ - ન્‍યુ દર્શન સ્‍કુલ (૪) ડાંગર પ્રદ્યુમન નામુભાઈ - સિલ્‍વર મેડલ અંકુર વિદ્યા સંકુલᅠ(૫) મકવાણા મહાવીર ઇલેશભાઈ - સિલ્‍વર મેડલᅠડો. સુભાષ યુનિવર્સિટી નર્સિંગ જી. એન. એમ. કોલેજ (૬) ચુડાસમા સાવન પ્રવિણભાઈ - બ્રોન્‍ઝ મેડલ પાવન વિદ્યાલય (૭) સોલંકી ધ્રુવ જગમાલભાઈ - બ્રોન્‍ઝ મેડલ આશીર્વાદ સ્‍કુલે મેડલ પ્રાપ્ત કરેલ છે.ᅠઆ વિદ્યાર્થિઓ કરાટે કોચ શિહાન પ્રવીણકુમાર ચૌહાણના નેતૃત્‍વ હેઠળ કરાટે તાલીમ મેળવે છે . મુખ્‍ય અતિથિ સાઉથના એક્‍ટર સુમન તલવાર, યૂરોપ થી આવેલ મહેમાન વાડો - કાય વાઈસ પ્રેસિડેન્‍ટ બેરી વીલકીસન , જ્જ સાહિન અખ્‍તર મેમ દ્વારા કરાટે માર્ગદર્શન આપવામાં આવ્‍યો,ᅠ તેમજ વાડો - કાઇ દ્વારા બાળકોને અભિનંદન પાઠવામાં આવ્‍યા હતા. (તસ્‍વીર : દેવાભાઇ રાઠોડ)

(12:06 pm IST)