Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

ધ્રાંગધ્રા પાસે કાર - આઇસર વચ્‍ચે અકસ્‍માત : ૪ના મોત

હળવદના ગોલાસણના ૪ વ્‍યકિતઓનો ભોગ લેવાતા અરેરાટી : મૃતદેહો કારમાં ફસાઇ જતા મહામહેનતે બહાર કાઢવા પડયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૭ : સુરેન્‍દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પાસે કાર અને આઇસર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા હળવદના ગોલાસણના ૪ વ્‍યકિતઓના મોત થતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

ગત મોડી રાત્રીના ધ્રાંગધ્રાના કલ્‍પના ચોકડી પાસે કાર અને આઇસર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો.

આ અકસ્‍માતમાં કિરણ મનુભાઇ સુરેલા, કરશનભાઇ ભરતભાઇ રાતૈયા, ઉમેશ જગદીશભાઇ ઉકેડિયા, કાનજીભાઇ ભુપતભાઇ રાતૈયાના મોત નિપજ્‍યા છે. જ્‍યારે કાનજીભાઇ રાયધનભાઇ સુરેલા, અમિતભાઇ જગદીશભાઇ ઉકેડિયા અને અન્‍ય એક સહિત ત્રણને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા છે. આ બનાવની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસ ટીમ ઘટના સ્‍થળે દોડી ગઇ હતી.આઇસરનાં ચાલકે કાર સાથે એટલા ધડાકાભેર પોતાની આઇસર ટકરાવી કે આખી ગાડીનો કાટમાળ દરવાજા અને તેનું મશીન ઉડીને દસ ફુટ ઉપર પહોંચ્‍યું છે અને અંદર રહેલા વ્‍યકિતઓના મૃત્‍યુ થયા હતા તેમને ગાડી ચીરી અને બહાર કાઢવાની ફરજ પડી હતી ત્‍યારે આ અકસ્‍માત એટલો ભયંકર છે કે કાર જોતા જ એવું લાગે કે આઇસર ચાલકની મોટી બેદરકારી સામે આવી છે.

(4:14 pm IST)