Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

વિસાવદરનાં ખેડૂતનો પોતાનાં બળદ પ્રત્‍યે અપાર પ્રેમ : ૨૨ વર્ષ સુધી રોટલો આપેલા બળદની પરિવારનાં સભ્‍યની જેમ અંતિમવિધી

ઉત્તરક્રિયામાં ૧૦૦૮ વખત અગ્નિહોત્ર વિધી કરી આહુતી આપી

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૭: વિસાવદર પંથકનાં ખેડૂતનો પોતાનાં બળદ પ્રત્‍યે અપાર પ્રેમનો કિસ્‍સો પ્રકાશમા આવ્‍યો છે.૨૨ વર્ષ સુધી રોટલો આપેલા બળદનુ મળત્‍યુ થતા પરિવારનાં સભ્‍યની જેમ અંતિમવિધી કરી ઉત્તરક્રિયામાં ૧૦૦૮ વખત અગ્નિહોત્ર વિધી કરી આહુતી આપી હોવાનુ જાણવા મળે છે.

સામાન્‍ય માન્‍યતા એવી છે કે, પ્રાણીઓમાં વાચા હોતી નથી, પરંતુ આપણી લાગણીને તે સરળતાથી સમજી શકતા હોય છે. વિસાવદર પંથકના એક એવા ખેડૂત કે, જેણે પોતાના ખેતરમાં અત્‍યાર સુધી શ્રમદાન આપેલા બળદનાં મળત્‍યુ બાદ તેની અંતિમવિધિ પોતાના પરિવારનાં સભ્‍યની જેમ કરી ઊતરક્રિયામાં ૧૦૦૮ વખત અગ્નિહોત્ર વિધી કરી આહુતી આપી હતી.

વિસાવદરનાં નવાણીયા ગામનાં ખેડૂત સંજયભાઈ પોતે પરંપરાગત પેઢીઓથી ખેતીના વ્‍યવસાય સાથે જોડાયેલા છે, તેમને ૧૨ વીઘા જમીન છે અને હાલ તે ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. હાલમાં તેઓ ૧૨ થી વધુ પશુઓ રાખે છે. તેમજ પોતાના પરિવારની જેમ આ દરેક પશુઓનું જતન કરી રહ્યાં છે. છેલ્લા ૨૨ વર્ષથી મળત્‍યુ પામેલ આ બળદ પરિવારના એક સભ્‍યની જેમ ખેતરમાં શ્રમદાન કરી રહ્યો હતો.જેનુ મળત્‍યુ નિપજતાં તેનું ઋણ ખેડૂત પરિવારે લાગણીથી ચૂકવ્‍યું છે. બળદની અંતિમવિધિ શાષાોત વિધિથી કરવા માટે પરંપરાગત રીતે સમાધિ આપી અને તેની ઉત્તરક્રિયા રાખી હતી. જેનાં ભાગરૂપે વૈદિક પરંપરા મુજબ મળત્‍યુનાં ૧૨ દિવસ બાદ ઉત્તરક્રિયા થતી હોય છે. ઉત્તરક્રિયા સમયે ૧૦૦૮ વખત અગ્નિહોત્ર વિધિ કરી અગ્નિમાં આહુતિ આપી હતી. જીંદગીપર્યત દિકરાની જેમ ખેતરમાં કામ કરનાર બળદ પ્રત્‍યેના અપાર પ્રેમની આ ધરતીપુત્રની અપાર લાગણીને સૌ બીરદાવી રહ્યા છે.

(12:04 pm IST)