Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

જસદણ-વિંછીયા પંથકમાં ર૦.૮પ લાખના ગાંજાના જથ્‍થા સાથે બેને રૂરલ એસઓજીએ ઝડપી લીધા

કાળાસર ગામની સીમમાં ધનજી કોતરા ૧પ.૯૩ લાખ અને પાટીયાળી ગામે ધીરૂ તાવીયા ૪.૯ર લાખના ગાંજાના જથ્‍થા સાથે પકડાયોવાડીમાંથી ગાંજાના છોડ ઉપાડી સુકવવા મૂકર્યા'તાને પોલીસ ત્રાટકી

પાટીયાળી ગામે ગાંજાના જથ્‍થા સાથે પકડાયેલ શખ્‍સ, અને ગાંજાનો જથ્‍થો નજરે પડે છે. (પ-૧ર)

રાજકોટ તા. ૭ :.. જસદણ અને વિંછીયા પંથકમાં રૂરલ એસઓજીએ દરોડા પાડી ર૦.૮પ લાખની ગાંજાના જથ્‍થા સાથે બે શખ્‍સોને ઝડપી લીધા હતાં.

પ્રથમ દરોડામાં જસદણના કાળાસર ગામે રહેતો ધનજી નાનજીભાઇ કોતરા તેની બે વાડીમાં ગાંજાનું વાવેતર કર્યુ હોવાની બાતમી મળતા રૂરલ એસ. પી. જયપાલસિંહ રાઠોરના માર્ગદર્શન હેઠળ રૂરલ એસ. ઓ. જી.ના પીએસઆઇ બી. સી. મિયાંતરા તથા  જસદણના પીએસઆઇ આર. એસ. સાંકળીયા સહિતના સ્‍ટાફે ધનજીની વાડીમાં રેઇડ કરતા વાડીની ઝૂંપડી પાસેથી ગાંજાનો જથ્‍થો ૧પ૯ કિલો ૩૩૦ ગ્રામ કિ. રૂા. ૧પ.૯૩  લાખનો જથ્‍થો મળી આવતા ધનજીકોતરાની ધરપકડ કરાઇ હતી.

પકડાયેલ ધનજી કોતરાએ ગાંજાનો જથ્‍થો વેચવા માટે તેની બે વાડીમાં ગાંજાનું વાવેતર કર્યુ હતું. અને બાદમાં ગાંજના છોડ ઉપાડી સુકવવા માટે રાખ્‍યા હતા અને ગાંજાનો જથ્‍થો વેચે તે પુર્વે જ પોલીસ ત્રાટકી હતી.

તેમજ વિંછીયાના પાટીયાળી ગામે ધીરૂ ખોડાભાઇ તાવીયાએ પોતાની વાડીમાં ગાંજાનું વાવેતર કર્યુ હોવાની બાતમી મળતા રૂરલ એસઓજીના પીએસઆઇ બી.સી.મિયાત્રા તથા ટીમે વાડીમાં દરોડો પાડી ગાંજાનો જથ્‍થો ૪૮ કિલો ૭૭૪ ગ્રામ કિ.૪.૮૭ લાખનો જથ્‍થો કબ્‍જે કરી ધીરૂ તાવીયાની  ધરપકડ કરી હતી.

પકડાયેલ ધીરૂ તાવીયાએ પોતાની વાડીમાં વેચાણ માટે ગાંજાનું વાવેતર કર્યુ હતું. ગાંજાના છોડ ઉપાડી વાડીમાં રાખ્‍યા હતા અને વેંચે તે પૂર્વે જ પોલીસ પહોંચી ગઇ હતી.

ગાંજા સાથે પકડાયેલ બન્ને શખ્‍સોની પોલીસે વધુ પુછતાછ હાથ ધરી છે.

(12:03 pm IST)