Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

ઉપલેટામાં એસ.ટી.ની શુભ યાત્રા-સ્‍વચ્‍છ યાત્રા કેમ્‍પેઇન યોજાયો

 ઉપલેટા :  પ્રધાન મંત્રી  નરેન્‍દ્રભાઈ મોદી દ્રારા સમગ્ર દેશમાં સ્‍વચ્‍છતા અભિયાન ચલાવવામાં આવી રહયું છે. આ અભીયાનના  પ્રચાર અને પ્રસાર માટે રાજય સરકાર દ્રારા ગુજરાત એસ.ટી. ને આવરી લઈ ગુજરાતના તમામ ડેપો ખાતે શુભ યાત્રા - સ્‍વચ્‍છ યાત્રા કેમ્‍પેઈન શરૂ કરવામાં આવેલ છે. આ કેમ્‍પેઈન તા.૨-૧૨-૨૦૨૩ થી તા. ૨-૨-૨૦૨૪ સુધી રાજય ના તમામ ડિવીઝન અને ડેપો ખાતે સફાઈ અભિયાન ચલાવી લોકોને સ્‍વચ્‍છતા વિશે જાગૃત કરવામાં આવશે સાથે સાથે એસ.ટી. વિભાગ દ્વારા લોકોને પુરતા પ્રમાણમાં સવલતો મળી રહે તે માટે તત્‍પર રહેવા અનુરોધ કરવામાં આવેલ છે. ઉપલેટા એસ.ટી. ડેપો ખાતે શુભ યાત્રા સ્‍વચ્‍છ યાત્રા કેમ્‍પેઈનની શુભ શરૂઆત માર્કેટીંગ યાર્ડના પ્રમુખ દ્વારા કરાવવામાં આવેલ જયારે આ તકે એસ.ટી. ડેપોના તમામ કર્મચારીઓ અને ઉપસ્‍થિત વિદ્યાર્થી મિત્રોએ એકઠા થઈ ડેપો ખાતે સફાઈ અભીયાન ચલાવેલ હતું. બાદમાં ડેપો મેનેજર રાજેશભાઈ ઠુંમ્‍મરે સ્‍વચ્‍છતા જાળવવા અનુરોધ કરેલ હતો. (તસ્‍વીર-અહેવાલ : કૃષ્‍ણકાંત ચોટાઇ ઉપલેટા)

(12:02 pm IST)