Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

ભાવનગરના જાળીયા ગામે કપાસની સાથે ગાંજાનું વાવેતર ઝડપાયું

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૭ : ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના જાળિયા ગામે ખાતે રહેતા પંકજભાઇ ખોડાભાઇ ચૌહાણે તેમની વાડીમાં લીલા ગાંજાના છોડ વાવેલ હોવાની બાતમી ને આધારે ભાવનગર એસ.ઓ.જી. પોલીસે દરોડો પાડતા વાડીમાં ઉભેલ પંકજભાઇ ખોડાભાઇ ચૌહાણની પૂછપરછ કરી, વાડીમાં તપાસ કરતા કપાસના વાવેતરના નવમી ચાસમાંથી લીલા ગાંજાના છોડ જે કુલ વજન ૫ કિલો ૩૦૦ ગ્રામ કિ.રૂા. ૨૬,૬૫૦ લીલા ગાંજાનો જથ્‍થો મળી આવતા એફ.એસ.એલ. અધિકારી તેમજ તલાટી મંત્રીની હાજરીમાં ઉપરોક્‍ત મુદ્દામાલ કબ્‍જે કરી પંકજ ખોડાભાઇ ચૌહાણની એસ.ઓ.જી. પોલીસે ધરપકડ કરી શખ્‍સને પાલિતાણા રૂરલ પોલીસને સોંપી આપ્‍યો હતો.

ઉપરોક્‍ત બાતમી આધારે એસઓજી પોલીસના પીઆઈ સહિતના પોલીસ કર્મચારી એફએસએલ અધિકારી, તલાટી મંત્રી સહિતની હાજરીમાં રેડમાં ગાંજાના છોડ કબજે કરાયા હતા. પાલીતાણા રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:02 pm IST)