Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

સિહોર ફાયરીંગ બટમાંથી ફાયર થયેલી ગોળી યુવતીને વાગી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૭ :  ભાવનગરના શિહોર ફાયરિંગ બટમાંથી ફાયર થયેલ ગોળી થી યુવતીને ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે.

જાણવા મળતી વિગત મુજબભાવનગર ના શિહોરના ટાણા રોડ પર આવેલા ફાયરિંગ બટ ના ગ્રાઉન્‍ડમાં ફાયરિંગની પ્રેક્‍ટિસ થઈ રહી હતી તે દરમિયાન ફાયર થયેલી ગોળી બહારના ભાગે ઉડી હતી અને ફળિયાની સાફ સફાઈ કરી રહેલ પ્રજ્ઞાબેન દિનેશભાઈ મકવાણા નામની યુવતીનાકપાળમાં ઘસાઈ ગઈ હતી. દરમ્‍યાનમાં યુવતીને સારવાર માટે હોસ્‍પિટલે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પ્રજ્ઞાબેનના પિતા દિનેશભાઈ મકવાણાએ શિહોર પોલીસ જાણવા જોગ અરજી આપતા શિહોર પોલીસે પ્રજ્ઞાબેનના પિતા દિનેશભાઈ અને ફાયરિંગ પ્રેક્‍ટિસ કરી રહેલા રેલ્‍વે ફોર્સના અધિકારીઓના નિવેદનો લઇ તપાસ હાથ ધરી છે.

(11:57 am IST)