Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

ચોટીલા પ્રાંત અધિકારીની બદલી તેમના સ્‍થાને આસિસ્‍ટન્‍ટ કલેક્‍ટર તરીકે IAS અધિકારીની પ્રોબેશનર્સમાં નિયુક્‍ત

(હેમલ શાહ દ્વારા)ચોટીલા તા.૭: ચોટીલા થાનગઢ મુળી તાલુકાનાં પ્રાંત અધિકારી ઘણા સમયથી રહેલ ડે. કલેકટરની બદલી અને તેમના સ્‍થાને ડાયરેકટ આઈએએસ અધિકારીને પ્રોબેશનર્સ સમય માટે નિયુકત કરવામાં આવેલ છે

પ્રાપ્ત માહિતી મુજબ રાજય સરકારના સામાન્‍ય વહીવટ વિભાગ દ્વારા બુધવારનાં IAS પ્રોફેશનલ કોર્સ તબક્કો-૨ પૂર્ણ થયા બાદ ૨૦૨૧ બેચના નવ IAS અધિકારીઓને પ્રોબેશનર્સ સમય હેઠળ આસિસ્‍ટન્‍ટ કલેક્‍ટર તરીકે નિયુક્‍ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે

વહિવટી વિભાગના હુકમ થી રાજયનાં પ્રસિધ્‍ધ યાત્રાધામ ચોટીલાના પ્રાત અધિકારી તરીકે સારી કાર્યદક્ષ કામગીરી કરનાર પ્રિયંક કુમાર ગળચર ની બદલી કરવામાં આવેલ છે પરંતું તેમની અન્‍યત્ર નિમણૂંક વેઇટિંગમાં છે તેમના સ્‍થાને આસિસ્‍ટન્‍ટ કલેકટર તરીકે કલ્‍પેશ કુમાર શર્મા ની નિયુક્‍તિ કરવામાં આવેલ છે જેઓ ૨૦૨૧ બેચના IAS અધિકારી છેᅠ પ્રોબેશનર્સ સમય હેઠળ ચોટીલા પ્રાત અધિકારી તરીકે પ્રથમ ફરજ ઉપર કાર્યરત થશે.

સરકાર દ્વારા કરાયેલ હુકમ અતર્ગત ચોટીલા થાનગઢ અને મૂળી એમ ત્રણ તાલુકાનાં રહીશોને પ્રાંત અધિકારી તરીકે ડાયરેકટ આઈએએસ અધિકારી ની ફરજ સેવાનો લાભ મળશે.

(2:13 pm IST)