Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

પરિવારની ચિંતામાં અને નાનાભાઇએ આપઘાત કર્યા બાદ જામજોધપુરના વેપારીનો ગળાફાંસો

વેપારી જયેશભાઇ ચંદુલાલ ખાંટ (પટેલ)ના આપઘાતથી અરેરાટી

જામજોધપુર તા. ૭ :.. જામજોધપુરમાં સ્‍ટેશન પ્‍લોટ સોસાયટીમાં રહેતા એક વેપારીએ ગઇકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આપઘાત કરી પોતાની જીવાદોરી ટૂંકાવી છે.

પોતાના નાનાભાઇએ ૪ મહિના પહેલા આપઘાત કર્યો હતો, જેના કારણે તેમજ પરિવારના ટેન્‍શનના કારણે આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

જામજોધપુરના સ્‍ટેશન પ્‍લોટ વિસ્‍તારમાં રહેતા જયેશભાઇ ચંદુલાલ ખાંટ નામના પટેલ વેપારીએ ગઇકાલે પોતાના ઘેર પંખા ના હુકમા ચાદર બાંધી ગળાફાંસો દ્વારા આત્‍મહત્‍યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના સંબંધી હિરેનકુમાર ભગવાનજીભાઇ પટેલે પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે ઘટના સ્‍થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્‍યો છે, અને આ બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતકના નાના ભાઇએ આજથી ચાર મહિના પહેલાં ગળાફાંસા દ્વારા આત્‍મહત્‍યા કરી લીધી હતી, જે બનાવ પછી મોટાભાઇ જયેશભાઇ ગુમસૂમ રહેતા હતા, તેમ જ પરિવારના ટેન્‍શનના કારણે પોતે પણ આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવને લઇને મૃતકના પરિવારમાં ભારે કરૂણાંતીકા છવાઇ છે.

(11:40 am IST)