Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

ગોંડલના મુંગાવાવડી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૧૧ પકડાયા

૧.૩૦ લાખની રોકડ રકમ કબ્‍જેઃ રૂરલ ક્રાઇમ બ્રાંચનો દરોડો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ૭: તાલુકાના મુંગાવાવડી ગામની સીમમાં રૂરલ ક્રાઇમ બ્રાંચ દરોડો પાડી જુગાર રમતા ૧૧ શખ્‍સોને ઝડપી લીધા હતા.

રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.વી.ઓડેદરા,પીએસઆઈ એચ.સી.ગોહીલ, ડી.જી.બડવા, એલ.સી.બી. સ્‍ટાફ ના મહીપાલસિહ જાડેજા,પ્રહલાદસિંહ રાઠોડ,    અનીલ  ગુજરાતી,રુપકભાઇ બોહરા  સહિત પેટ્રોલિંગ  મા હતા તે દરમ્‍યાન મળેલ હકિકત આધારે ગોંડલ તાલુકાના મુંગાવાવડી ગામની સીમમાં જુની મેંગણી ગામે જવાના કાચા રસ્‍તે બાવળની કાંટ માં અગીયાર ઇસમોને જાહેરમાં  તીન પત્તીનો જુગાર રમતા પકડી પાડેલ હતા પકડાયેલ આરોપીઓ

(૧) કપીલ લક્ષ્મીભાઇ રાજપુત રહે.બી.ડી. એન્‍જીનિયરીંગ કારખાનાની ઓરડીમાં શાપર વેરાવળ (૨) સોહનલાલ રાજારામભાઇ આહીરવાર રહે.શાંતીધામ પાટીયા માઇક્રો ફોરજીંગ કારખાનાની બાજુમા (૩) અવધેશ વલ્લભભાઇ પાનસુરીયા રહે.મોટી મેંગણી  તા.કોટડા સાંગાણી 

(૪) રજત રમેશભાઇ ગામી રહે. કાંગશિયાળી ગામની સીમ કલ્‍પવન રેસીડેન્‍સી વ્રજ એપાર્ટમેન્‍ટ ફલેટ નં.૬૦૨

(૫) નિખીલ મનોજભાઇ કપુરીયા રહે.કરણપાર્ક શેરી નં.૪ પ્‍લોટ નં.૭૬ રાજકોટ  (૬) પીયુષ પ્રહલાદભાઇ ગોજારીયા રહે. દર્શન પાર્ક શેરી નં.૪ શાપર (વેરાવળ)  (૭) રામજી કીરતસિંગ રાજપુત રહે.શાંતીધામ પાસે સાઇનીંગ કારખાનાની બાજુમા ઓરડીમાં ભાડેથી શાપર વેરાવળ(૮) વીરસિંગ માનીકચંદ્રભાઇ પાલ રહે.યુનીટેક કારખાનાની ઓરડીમા રીબડા ગામની સીમ  (૯) ક્રળષ્‍ણકુમાર દયાશંકર રાજપુત રહે.શાંતીધામ અતુલ ઓટો પાછળ અમર રોટો કારખાનાની ઓરડીમાં (૧૦) સોનુ દિપકભાઇ બોહરા છેત્રી રહે.શાંતીધામ ગેઇટની સામે સંયોગ ઇન્‍ડસ્‍ટ્રીઝ કારખાનાની ઓરડીમાં વેરાવળ શાપર (૧૧) રામઆશ્રય સુદાસન રાજપુત રહે.શાંતીધામ અતુલ ઓટો પાછળ અમર રોટો કારખાનાની ઓરડીમાં શાપર વેરાવળ નો સમાવેશ થાય છે. પોલીસે  રોકડા રૂ. ૧,૩૦,૧૦૦/- કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી.

(11:38 am IST)