Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

ભાવનગરના જવાન સંજય ચુડાસમાનું હૃદય થંભી ગયુ

ફરજ દરમિયાન રાજસ્‍થાનમાં હૃદયરોગનો તિવ્ર હુમલો આવતા મૃત્‍યુ થતા અરેરાટી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૭ :.. ભારતીય સૈન્‍યમાં ફરજ બજાવતો ભાવનગરનો યુવાન વીરગતિ પામતાં તેના પાર્થિવદેહને ભાવનગર લાવવામાં આવતા લશ્‍કરી સન્‍માન સાથે અંતિમવિધી કરવામાં આવી હતી. હાર્ટ એટેકથી આર્મીબેન યુવાનનું મોત નિપજયું હતું.

મળતી વિગતો મુજબ ભાવનગરનાં મોરચંદ ગામનાં વતની અને હાલ ભાવનગર શહેરનાં અકવાડી ચંદુદર્શન-ર માં રહેતા સંજયભાઇ ભરતભાઇ ચુડાસમા રાજસ્‍થાન ખાતે આર્મીમાં ફરજ બજાવે છે.

જયાં ફરજ દરમ્‍યાન તીવ્ર હૃદય રોગનો હુમલો આવતા તેનું મોત નિપજયું હતું. આર્મીમેનનાં પાર્થીવ દેહને ભાવનગરમાં લાવવામાં આવ્‍યો હતો. અને પરિવારજનો સમાજનાં આગેવાનો, ભારતીય સેનાનાં જવાનો અને નિવૃત આર્મી જવાનોની ઉપસ્‍થિતિમાં સંપૂર્ણ રાષ્‍ટ્રીય સન્‍માન સાથે અંતિમવિધી કરવામાં આવી હતી.

(11:36 am IST)