Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

ભેસાણના મોરવાડા ગામે ધમધમતી જુગાર કલબ પકડાઇ : ૧૩ પત્તાપ્રેમીઓની ૧,૧૨,૭૦૦ની રોકડ સાથે અટક

પોલીસે ૨ કાર સહિત ૧૧.૧૬ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૭ : જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના મોરવાડા ગામે રહેણાંક મકાનમાં જુગારધામ પોલીસે પકડી પાડી ૧૩ જુગારીઓની અટક કરી કુલ રૂપિયા ૧૧.૧૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ભેસાણ તાલુકાના મોરવાડા ગામે રહેતો નરેશ ભુપતભાઈ સોલંકી ઉ. વ. ૨૬ નામનો ઇસમ તેના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવતો હોવાની બાતમી મળતા ભેસાણ પીએસઆઈ ડી. કે. સરવૈયા સ્‍ટાફ સાથે દરોડો પાડ્‍યો હતો.

આ દરોડામાં પોલીસે જુગારધામનો સંચાલક નરેશ સોલંકી તેમજ બાબરાના ધરાઈ ગામના કેતન હેમાભાઇ ગોહિલ, નિલેશ ભરતભાઈ પાઠક, અમરેલીના અલ્‍પેશ જેન્‍તીભાઈ ગઢીયા, જસદણના વિરાજ કિશોરભાઈ ચાવડા, અમરેલીના ચિતલ ગામના ભાનુભાઈ દેસાઈ, ગોંડલના દેરડી કુંભાજી ગામના કલ્‍પેશ છગનભાઈ વીરપરા, વિંજવડ ગામના રાજુ અરજણભાઈ ગરણીયા, મોટા ગજવા ગામના પ્રભાત જૈતાભાઈ ડાંગર, બાબરાના દેવળીયા ગામના વસંત બાબુભાઈ સોળિયા, હરેશ જોરૂભાઈ રાઠોડ, અમરેલીના હિમાંશુ ભાવેશભાઈ વાડોદરા અને અમરેલી જિલ્લાના મોટી કુકાવાવના ગોવિંદ સંજયભાઈ જયસ્‍વાલને રૂપિયા ૧,૧૨,૭૦૦ની રોકડ સાથે રોન પોલીસનો જુગાર રમતા પકડી પાડ્‍યા હતા.

પોલીસે જુગારીઓ પાસેથી રોકડ ઉપરાંત ૨ મોબાઈલ ફોન ૨ કાર મળી કુલ રૂપિયા ૧૧,૧૬,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી તમામની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:39 am IST)