Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

ખંભાળિયા પાલિકા વોર્ડ નં. ૭માં ગટરોની સમૂહ સફાઇ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા. ૭ : પાલિકા વોર્ડ નં. ૭માં આવેલ ગટરોને સમૂહમાં સફાઇ કરવાનો કાર્યક્રમ સેનેટરી ઇન્‍સપેકટર રાજપાલસિંહ ગઢવી તથા કિશોરસિંહ સોઢાના માર્ગદર્શન હેઠળ મુકાદમ ચીમન વાઘેલા તથા રાહુલ ભીખાભાઇ દ્વારા કરવામાં આવ્‍યો હતો.

વોર્ડ-૭ના રામનાથ સોસાયટી તથા અન્‍ય વિસ્‍તારોમાં આવેલી ગટરોને સાફ કરી તેમાંથી કચરો કાઢી તેના ઢગલા કરીને કચરો ઉપાડવાની કામગીરી પણ કરવામાં આવી હતી.

(10:53 am IST)