Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

લીમડી પીએસઆઈ વરૂએ ફિલ્મી ઢબે ગેડીયા ગેંગનો પીછો કરતાં ગેડીયા ગેંગે હુમલો કરતા દોડધામ

લીમડીના પીએસઆઈ વરૂએ ફિલ્મી ઢબે ગેડીયા ગેંગનો પીછો કરતાં ગેડીયા ગેંગે હુમલો કરતા દોડધામ મચી ગઇ છેતેમ છતાં પોતાના જીવની પરવા કર્યા વગર પીએસઆઈ વરૂ અને જોરાવરનગર ના કોસ્ટેબલ દીપકભાઈ ગેડીયા ગેંગનો પીછો કર્યો હતો

ગેડીયા ગેંગ પથ્થર અને લોખંડના પાઈપ વડે હુમલો પીએસઆઈની પ્રાઈવેટ સ્ક્રોરપીઓ ગાડી પર કરતા પીએસઆઈ વરૂએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યા તેમજ બે રાઉન્ડ ફાયરિંગ પીકઅપ ગાડીના ટાયર પર કરતાં પાછળ ગેડીયા ગેંગની બીજી ઈનોવા કારે ટક્કર મારી ત્યારે આગળની પીકઅપ ગાડી માથી લોખંડ ની ખિલ્લીઓ ગેડીયા ગેંગના બે સાગરીતો દ્વારા ફેંકવામાં આવી અને પીએસઆઈ વરૂની કાર પંચર થતાં કાર ત્રણ થી ચાર ગલોટિયાં મારી ખેતરમાં ઉતરી ગય હતી ત્યારે ગેડીયા ગેંગની બન્ને ગાડીઓ ફરાર થઈ ગય ત્યારે આ ગેડીયા ગેંગના લોકો હાઈવે હોટલે પાણી પીવા રોકાયા હતાં જેમાં એક આ ગેંગ નો સાગરીત CCTV  માં કેદ થઈ ગયેલ તેમજ આ ઘટનામાં 7 વ્યક્તિઓની ઓળખ થઈ ચુકી છે અને અન્ય 3 વ્યક્તિની ઓળખ થઈ નથી હાલ આ ગેડીયા ગેંગને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે

(9:43 pm IST)
  • હૈદ્રાબાદ એન્કાઉન્ટર અંગે સુપ્રિમ કોર્ટમાં અરજી ફાઇલ થઇ છે ત્યારે નેશનલ હ્યુમન રાઇટ કમીશન ટીમે તપાસ શરૂ કરી access_time 3:45 pm IST

  • કચ્છના રાપરના લાલસરી-કલ્યાણપર વચ્ચે કાર ચાલકે મહિલાને હડફેટે બે દિકરીઓની નજર સામે માતાનું મૃત્યુ: ચાલક નશામાં હોવાના અહેવાલ access_time 10:53 pm IST

  • વિહિપે કહ્યું છે કે સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે અયોધ્યાની હદની બહાર જમીન આપવી જોઈએ access_time 10:09 pm IST