Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ધોરાજીની કોર્ટે દુષ્કર્મના આરોપી ગુલામ મહોમ્મદને 10 વર્ષની કડક સજા ફટકારી

દુષ્કર્મના કેસમાં રૂપિયા 10 હજાર દંડ અને 10 વર્ષની સજા ફટકારી

ધોરાજીની કોર્ટે દુષ્કર્મના આરોપીને કડક સજા ફટકારી છે. એડિશનલ ડીસ્ટ્રીક્ટ જજે ચુકાદો આપ્યો છે કે દુષ્કર્મના આરોપી ગુલામ મહોમ્મદને 10 વર્ષની આકરી સજા ફટકારી છે. સગીરા સાથે દુષ્કર્મ કરનાર આ નરાધમને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે.

  આ અંગે મળતી વિગત મુજબ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ હેમંત કુમાર અરવિંદ દવેએ દુષ્કર્મના આરોપી ગુલામ મહોમ્મદ (રહેવાસીઃપાણખાણ ગરીબ નવાજ વિસ્તાર જામનગરવાળા) ને દુષ્કર્મના કેસમાં રૂપિયા 10 હજાર દંડ અને 10 વર્ષની સજા ફટકારી છે.

(7:32 pm IST)