Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

લીમડીમાં ઉભરાતી ગટરોથી રહિશો ત્રાહીમામઃ તાકીદે કાર્યવાહીની ઉઠેલી માંગ

સફાઇ કામદાર ન આવતા હોય લોકોએ જાતે ગટર સાફ કરવી પડે છે!

વઢવાણ,તા.૭: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ મોટાવાસના આવવા જવાના મેન રસ્તા ઉપર જ રોજે સવારે ગટર ઉભરાઈ ને ગટરનું ગંદુ પાણી આવી જાય છે ત્યારે આ બાબતે રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો

આ વિસ્તારમાં અલગ-અલગ સમાજની દરેકઙ્ગ જ્ઞાતિઓ રહે છે જેમાં વાડી વિસ્તાર, વિવેકાનંદ સોસાયટી, ખાડિયા પરુ, મથુરાપરુ તેમજ ખાખચોક વિસ્તારના લોકો પણ આ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે જયારે બીજી તરફ સવારમાં બાળકોને શાળાએ જવાનું હોય છે, મહિલાઓ અને વૃદ્ઘો ને મંદિરે જવાનું હોય છે પણ આ ગટરના પાણીને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તેમ છતાં લીંબડી નગરપાલિકા આંખ આડા કાન કરીને જોઈ રહ્યું છે.ે

રહીશોના જણાવ્યા મુજબ સફાઈ કામદાર અહીંયા નહીં આવતા રહીશો દ્વારા જ ગટર સાફ કરવામાં આવે છે બીજી તરફ નાના નાના બાળકોને ઉચકી ને આ ગટર નો દરિયો રહીશો દ્વારા ઓળંગવામાં આવી રહ્યો છે આ બાબતે તંત્રના અધિકારીઓ પોતાની ફરજથી ભાગી રહ્યા હોય તેવું રહિશોને લાગી રહ્યું છે ત્યારે રહીશોમાં નગરપાલિકા સામે ભારે રોષ ભભૂકી ઉઠયો છે.

(1:07 pm IST)