Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

મોરબીના ગાળા ગામ પાસે ડમ્પરે બાઇકને ઉલાળતા નવાગામના બેચરભાઇનું મોત

લગ્નમાંથી પરત ફર'તાને કાળ ભેટી ગયો : ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

મોરબી, તા. ૭ : મોરબી માળિયા હાઇવે પર ગાળા ગામના પાટિયા નજીક રાત્રીના ડમ્પરે બાઇક ચાલકને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજયું હતું.

મળતી વિગતો મુજબ મોરબી માળિયા હાઇવે પર ગત રાત્રીના ગાળા ગામના પાટિયા નજીક ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેવા નવાગામ વાળા બેચરભાઇ ઉપરસરિયા (ઉ.૬૦)નું મૃત્યુ નીપજયું હતું.

સુત્રો પાસેથી માહિતી મળી હતી કે બેચરભાઇ તેના ભાઇના દિકરીના લગ્નના ગુણગ ગામ ગયેલ હોય જયાંથી નવાગામ જતા હતા ત્યારે ગાળા ગામના પાટિયા પાસે ડમ્પરે તેમને હડફેટે લીધા હતા અને મૃત્યુ નિપજયું હતું. બેચરભાઇને સંતાનના હાલ ર દિકરા અને ૧ દિકરી છે જેણે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

(1:06 pm IST)