Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

વાદળા વચ્ચે ઠંડી-ધૂપછાંવ

તસ્વીરમાં રાજકોટમાં ઠંડીથી બચવા તાપણાનો સહારો લેતા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સતત બીજા દિવસે આછા વાદળા સાથે ઠંડકની અસર યથાવત છે અને કોઇ જગ્યાએ વાદળા તો કોઇ જગ્યાએ તડકો છવાયેલો છે.

અરબી સમુદ્રમાં બે સિસ્ટમ સક્રિય થઇ હતી. જેમાં દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થાય છે અને વાવાઝોડાનું નામ પવન આપ્યું છે. પવન વાવાઝોડુ ૬ કલાકે ૭ કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. જોકે, પવન વાવાઝોડુ સોમાલિયા તરફ આગળ વધી રહ્યું છે. જો કે, પવન વાવાઝોડાના કારણે ગુજરાતને કોઇ અસર નહીં થાય. પરંતુ પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ડીપ્રેશન સક્રિય છે. જેના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થશે અને વાદળછાયું વાતાવરણ રહેશે. કમોસમી વરસાદની અસર જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર જિલ્લામાં થશે, તો અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે અને વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે. જોકે વાદળછાયુ વાતાવરણ અને ભેજના કારણે પણ પાકમાં જીવાત ઉત્પન્ન થાય છે અને પાકને નુકસાન પહોંચાડે છે. ત્યારે હવામાન વિભાગનું અનુમાન છે કે, આજે વાતાવરણમાં વાદળછાયુ રહેશે અને આવતીકાલથી વાતાવરણ સ્વચ્છ થઇ જશે.

અરબી સમુદ્રમાં ૭ મહિનામાં પ વાવાઝોડા સક્રિય થાય છે. ત્યારે હવામાન વિભાગના ડાયરેકટરે પણ જણાવ્યું હતું કે, સતત અરબી સમુદ્રનું તાપમાન વધી રહ્યું છે. અત્યારે પણ અરબી સમુદ્રનું તાપમાન સામાન્ય કરતા ર થી ૩ ડીગ્રી ઉંચું છે અને જેના કારણે વાવાઝોડા સક્રિય થઇ રહ્યા છે. જો કે, વાવાઝોડુ બનવા માટે એક કારણ નહીં અનેક કારણો છે જેમાં તાપમાન ખૂબ મહત્વનું છે. હવામાન વિભાગ દ્વારા દરિયાની સ્થિતિની ચેતવણી આપવા માટે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ બંદરો પર ડિસ્ટન્ટ ચેતવણી સિગ્નલ નં. ર ફરકાવવાની સલાહ પણ અધિકારીઓને આપી હતી તેમજ માછીમારોને દરિયો ન ખેડવા જણાવ્યું હતું.

જામનગર

જામનગર : આજનું હવામાન ર૬.પ મહત્તમ ૧૯ લઘુત્તમ  ૬૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. (૮.૧૦)

કયાં કેટલો ભેજ-લઘુતમ તાપમાન

શહેર

હવામા ભેજ

લઘુતમ તાપમાન

અમદાવાદ

૬૦ 

ટકા

૧૯.૦

 

ડીસા

૭ર

''

૧૮.ર

''

વડોદરા

૬પ

''

૧૮.૬

''

સુરત

પ૩

''

ર૪.પ

''

રાજકોટ

૬૪

''

ર૧.પ

''

ભાવનગર

પ૯

''

રર.૬

''

પોરબંદર

૭ર

''

ર૩.ર

''

વેરાવળ

૭૪

''

ર૪.૦

''

દ્વારકા

પ૯

''

ર૪.૪

''

ઓખા

૬૬

''

ર૪.૭

''

નલીયા

૩૭

''

ર૦.૮

''

સુરેન્દ્રનગર

પ૯

''

ર૦.પ

''

ન્યુ કંડલા

૭૪

''

ર૧.ર

''

કંડલા એરપોર્ટ

૬૩

''

ર૦.૧

''

ગાંધીનગર

૬૦

''

૧૯.ર

''

મહુવા

૭પ

''

રર.પ

''

દિવ

૭૭

''

રર.૦

''

વલસાડ

૭પ

''

ર૦.૬

''

વલ્લભ વિદ્યાનગર

૮૩

''

૧૯.૯

''

 

જામનગર

૬૬

''

૧૯.૦

''

(3:47 pm IST)