Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

માળીયા પંથકમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ : ખેતરો અને રવિપાકોનું ધોવાણ : વળતરની માંગણી

પોરબંદરઃ લક્ષદ્વીપ અને અરબી સમુદ્રમાં એક સાથે બે સિસ્ટમ ભેગી થઈ હોવાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. બે સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.

છેલ્લા બે દિવસથી માળિયાનાં પાણીધ્રા, ગાંગેચા, અવાણીયા, વીરડી, માતરવાણીયા, અમરાપુર સહિતનાં ગામોમાં બેથી ચાર ઈંચ વરસાદ નોંધાયો છે અને ખેતરો તેમજ રવિપાકનું ધોવાણ થયું છે. જેથી સર્વે કરી વળતર ચુકવવાની માંગ ખેડુતો કરી રહ્યાં છે

(12:48 pm IST)