Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

સેવા સેતુ કાર્યક્રમમાં માનવીય અભિગમ અપનાવી સેવા કરવા મંત્રી આહિરની ટકોર

અંજારના રામપર ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં ઘર આંગણે સેવા પ્રદાન કરીભુજ,તા.૭:સેવા સેતુ કાર્યક્રમમાં દ્યણા બધા પ્રશ્નો આવશે, પરંતુ તેમાં માનવીય અભિગમ અપનાવીને, નિયમોની આંટીગુંટી કે જડતાને એકબાજુ મૂકીને ગરીબ માણસની સેવા કરવાની તક ઝડપી લેવા આજે અંજાર તાલુકાના રામપર ખાતે સેવાસેતુ કાર્યક્રમને દીપ પ્રગટાવી ખુલ્લો મૂકતાં રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે સંવેદનશીલ અપીલ કરી હતી.

અંજાર તાલુકાના રામપર, સંદ્યડ, તુણા, વંડી, વીરા અને ચંદ્રાપર એમ છ ગામોના કલસ્ટરના આજે રામપર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમને ખુલ્લો મૂકવા પ્રસંગે સંબોધતાં સામાજીક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે વધુમાં જણાવ્યું હતું કે, જનપ્રિય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સરકારે છેવાડાના માણસને તાલુકા કે જિલ્લા મથક સુધી લાંબુ ન થવું પડે તેવા લોકહિતના અભિગમ સાથે સેવાસેતુ કાર્યક્રમમાં સરકારનાં દરેક વિભાગ લોકોને દ્યરઆંગણે સેવા પૂરી પાડે છે.

અંજાર તાલુકા ભાજપ પ્રમુખ શંભુભાઈ આહિરે સેવાસેતુના માધ્યમથી દ્યર બેઠાં લોકોને વિવિધ સરકારી વિભાગોની સેવાનો લાભ મળે છે, તેમ જણાવી લોકોને પૂરતા પ્રમાણમાં સેવાસેતુ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

અંજાર પ્રાંત અધિકારી ડો. વી.કે.જોષીએ તાલુકા મથકે લોકોને આવવું ન પડે, જુદી-જુદી કચેરીઓમાં ધકકા ખાવા ન પડે તે માટે સરકારનાં સેવા સેતુ કાર્યક્રમમાં મળવાપાત્ર સેવા-માહિતીનો મહત્ત્।મ લાભ લેવા અને કર્મયોગીઓને સાચા અર્થમાં સેવાસેતુ કાર્યક્રમને સાર્થક કરી પરિણામલક્ષી સેવા આપવા પર ભાર મૂકયો હતો.

આ પ્રસંગે રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરના હસ્તે વિધવા પેન્શન યોજનાના લાભાર્થીઓને સહાય મંજૂરી પત્રો અને મા અમૃતમ કાર્ડ પણ અર્પણ કરાયાં હતા.મામલતદારશ્રી એ.બી.મંડોરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે અંજાર તા.પં. પ્રમુખ ગોવિંદભાઈ ડાંગર,તાલુકા વિકાસ અધિકારી શ્રી દેસાઇ, ગામના સરપંચ જીવીબેન ડાંગર, ઉપસરપંચ ઇશાભાઈ જુણેજા, ટીએચઓ ડો. અંજારીયા, બાળ કલ્યાણ વિભાગના રસીલાબેન, પશુપાલન વિભાગના રાજેશભાઈ પટેલ, ગેટકોના શ્રી વામદા, બાબુભાઈ આહિર, નારાણભાઈ ડાંગર, મહેશભાઈ ડાંગર, કરસનભાઈ આહિર, ભચીબેન આહિર સહિતના આજુબાજુ ગામોના સરપંચો વગેરે   ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સામજીભાઈ ચૈયાએ કર્યું હતું.

(11:52 am IST)