Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

હોમગાર્ડ ડેની ઉજવણી નિમિત્તે

સોમનાથમાં સ્વચ્છતા-બેટી બચાવો માર્ચ પાસ્ટના જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

પ્રભાસ-પાટણ, તા. ૭ : સમગ્ર ગુજરાત રાજયમાં ૬ઠ્ઠી ડીસેમ્બરે હોમગાર્ડઝ-ડે ઉજવણી કરાય છે તે અંતર્ગત સોમનાથ ખાતે ઓફીસર કમાન્ડીંગ હોમગાર્ડઝ સુરૂભા જાડેજા સહિત યુનિટ કેડેટોએ પરેડ, રૂટ માર્ચ, સફાઇ, વૃક્ષારોપણ અન ઇન્સ્ટ્રકટર દ્વારા વધારાની કરાટેની તાલીમ અને હોમગાર્ડ સભ્યોનું બ્લડ ડોનેશન, સાક્ષરતા અભિયાન, પ્લાસ્ટીક નિષેધ કચેરી સફાઇ-સ્વચ્છતા અભિયાન વ્યસન મુકિત અને લેકચર દ્વારા રાષ્ટ્ર સેવાની જનજાગૃતિ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તમામ કાર્યક્રમોમાં ફુલ યુનિફોર્મ સજજ કેડેટોએ ભાગ લીધો હતો.

કાર્યક્રમનું સુપેરે સંચાલન સોમનાથ હોમગાર્ડઝ યુનિટ ઓફીસર કમાન્ડીંગ સુરૂભા જાડેજાએ કર્યું હતું.

(11:51 am IST)