Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

બોટાદમાં કરણી સેનાના પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં મિટીંગ : અનેક યુવાનો જોડાયા

બોટાદ તા.૭ : બોટાદમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાની મીટીંગ યોજાયેલ તેમાં કરણીસેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશ પ્રમુખ રાજશેખાવતજી તથા પ્રદેશ મહામંત્રી શ્રી હરપાલસિંહ જાડેજા તથા ગુજરાત યુવા પ્રમુખ રાહુલસિંહ રાજપૂત તથા ગુજરાતપ્રદેશ પ્રવકતા બળદેવસિંહ સિંધવ તથા ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સામતભાઇ જેબલીયા બોટાદ તથા રણજીતસિંહ રાજપૂત ખસ તથા બોટાદ જીલ્લા યુવા પ્રમુખ અમીરાજભાઇ ધાધલ તથા રણજીતભાઇ ધાધલ તથા ઓઢભાઇ ધાધલ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં અનેક યુવાનો કરણીસેનામાં જોડાયા.

તા. ૧૫ના ગાંધીનગર મુકામે મહારેલી મહાસભાનું આયોજન હોય તેમા બોટાદ શહેર જીલ્લા અને તાલુકાઓમાંથી અસંખ્ય કરણીસેનાના કાર્યકરો અને ક્ષત્રીય સમાજને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાંકલ કરતા શ્રી રાજશેખાવતજી તથા પ્રદેશ મહામંત્રી હરપાલસિંહજી જાડેજા તથા ગુજરાત યુવા પ્રમુખ રાહુલસિંહ રાજપૂત તથા ગુજરાત પ્રદેશ પ્રવકતા બળદેવસિંહ સિંધવ તથા ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સામતભાઇ જેબલીયા બોટાદ તથા રણજીતસિંહ રાજપુત ખસ તથા બોટાદ જીલ્લા યુવા પ્રમુખ અમીરાજભાઇ ધાધલ તથા રણજીતભાઇ ધાધલ તથા ઓઢભાઇ ધાધલ વગેરે મહાનુભાવોએ જણાવેલ કે વધુમાં વધુ સંખ્યામાં ગાંધીનગર આવવાનુ છે.

આ પ્રસંગે બધા મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટય કરવામાં આવેલ અને દરેક મહાનુભાવો પ્રવચનમાં જણાવાયુ કે ૧૫ ડીસે.ના રોજ ગાંધીનગર બહોળી સંખ્યા માં ક્ષત્રીય સમાજ ઉપસ્થિત રહે તેવી વિનંતી કરેલ. આ મહારેલી મહાસભાનો મુખ્ય હેતુ ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરાવવા તથા એટ્રોસીટીની ફરીયાદ ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કર્યા બાદ જ દાખલ કરવી તથા અનામત આરક્ષણમાં યોગ્ય સુધારો કરવો. આ ત્રણ મુદ્દા રાષ્ટ્ર અને દેશના હિત માટે હોય કોઇ એક કેમકે એક જાતી માટે નથી તો આ મહાસંમેલનમાં ભારતભરના સંતો મહંતો, સામાજીક ધાર્મિક સંસ્થાના વડાઓ, ધર્મપ્રેમી, જીવદયા પ્રેમી, ગૌભકતો, ગૌરક્ષકો તથા ક્ષત્રીય સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

મહારેલી મહાસભામાં જોડાવ તેવુ ગુજરાતભરના દરેક ઉપરોકત સંસ્થા સમાજને જાહેર આમંત્રણ આપેલ છે. તેમ કરણીસેનાના ગુજરાત પ્રદેશ સંગઠનમંત્રી સામતભાઇ જેબલીયાની યાદીમાં જણાવ્યુ છે.

(11:49 am IST)