Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ઉના પંથકની કિશોરીને કુંવારી માતા બનાવનાર યુવાન ઝડપાયો : ડી.એન.એ. ટેસ્ટ કરાશે

ઉના તા ૭  : ઉના પંથકની કિશોરી સાથે પ્રેમ સંબધ રાખીને તેને કુંવારી માતા બનાવનાર દિવ્યેશ મોહનભાઇ બાંભણીયા સામે પોલીસ ફરિયાદ બાદ પોલીસે તેને પકડી પાડેલ છે.

દિવ્યેસ સામે બળાત્કાર અને પોસ્કો કલમ મુજબ ગુન્હો નોંધીને તેના મેડીકલ અને ડી.એન.એ. ટેસ્ટ માટે તજવીજ હાથ ધરી છે.

ઉના પંથકની કિશોરી સાથે જ તેનાજ પાડોશી વિસ્તારમાં રહેતા  દિવ્યેશ મોહનભાઇ બાંભણીયાએ એક વર્ષ પહેલા પ્રેમ સંબધ બાંધી બંધ પડેલ મકાનમાં લઇ જઇ ત્રણેક વખત શારીરીક સંબધ બાંધી ગર્ભ રાખી દીધેલ હતો, જે બાબતની ફરીયાદ કિશોરીની માતાએ ઉના પોલીસમાં નોંધાવેલ છે.

થોડા દિવસ પહેલાં કિશોરીને તાવ આંચકી ઉપડતા તેના પરિવારે તે યુવતીને પ્રથમ ઉના સરકારી દવાખાને, ત્યારબાદ રાજકોટ ખાનગી હોસ્પીટલમાં દાખલ કરતા પેટમાં દુખાવો ઉપડતા ડકટરે તપાસ કરતા સાત માસનો ગર્ભ હતો, જેની પ્રસુતી કરાવી બાળકીનો જન્મ થયેલ અને કીશોરી બેભાન થઇ જતાં દવાખાનાના સતાધીશો દ્વારા ઉના પોલીસને જાણ કરતા ઉના પોલીસ રાજકોટ પહોંચી કિશોરી ભાનમાં આવતા પોલીસે કીશોરી અને તેની માતાનું નિવેદન લઇ આરોપી દિવ્યેશ મોહનભાઇ બાંધણીયા સામે કીશોરીની માતાએ ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવેલ, પોલીસે કલમ ૩૭૬ અને પોસ્કો મુજબ ગુનો નોંધી અને આ બનાવની પા.આઇ.શ્રી ચોૈધરીએ વધુ તપાસ હાથ ધરી, આરોપી દિવ્યેશની ધરપકડ કરી અને મેડિકલ ચેકઅપ તેમજ ડી.એન.એ ટેસ્ટ વગેરે કરવાની તજવીજ ઉના પોલીસે હાથ ધરી છે.

(11:49 am IST)