Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ઉપલેટાની દિવ્યજયોત દિવ્યાંગ સેવા સંસ્થા દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી

ઉપલેટા તા.૭ :  ઙ્ગઉપલેટા શહેરમાં ઉડાન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દિવ્ય જયોત દિવ્યાંગ( મંદબુદ્ઘિ )બાળકોની સેવા સંસ્થાઙ્ખ દ્વારા સંસ્થાના પ્રમુખ કિરણબેન પીઠીયાના માર્ગદર્શન હેઠળ વિશ્વ દિવ્યાંગ દિવસનીઙ્ગ ભવ્યઙ્ગ ઉજવણી કરવામાં આવીઙ્ગ હતી.

ઉપલેટામાં છેલ્લા ચાર વર્ષથી ઉડાન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્ય જયોત દિવ્યાંગ સેવા સંસ્થા મંદબુદ્ઘિ ધરાવતા ભૂલકાઓની સેવાકીય સંસ્થા કાર્યરત છે. જેમા હાલ ૨૫ જેટલા દિવ્યાંગ બાળકોનો ઉછેર થાય છે.આ સંસ્થામાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના જરૂરીયાતમંદ દિવ્યાંગ બાળકોને વિનામુલ્યે સાચવવામાં આવે છે.

સંસ્થા કોઈપણ બાળકો પાસેથી કોઈપણ જાતનો ચાર્જ લેતી નથી. તેમને સંસ્થા દ્વારા પ્રવાસ, પર્યટન, તહેવારોની ઉજવણી જેવી કે ગણેશ ઉત્સવ, જન્માષ્ટમી, નવરાત્રી મહોત્સવ, દિવાળી જેવા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.રમતગમત ક્ષેત્રે તાલીમ તથા મંદબુદ્ઘિના બાળકોને નિવાસ અને તાલીમ આપે છે. તેમજ બાળકોને જીવન જરૂરી દૈનિક ક્રિયા જેવી કે બ્રશ કરવું, સ્નાન, ટોયલેટ, બાથરૂમ, નેલ કટીંગ, ભોજન કરતા વગેરે જેવી દૈનિક પ્રવૃત્ત્િ।ઓ કરવામાં આવે છે. અને દૈનિક જીવનમાં પોતાની રીતે સ્વતંત્ર બને તે માટેના સતત પ્રયાસો કિરણબેન પીઠીયા અને તેમના સ્ટાફ દ્વારા કરાવવામાં આવે છે.

 આ  પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, સાહીત્ય કલાકાર દેવરાજભાઈ ગઢવી, પુંજાભાઈ વરૂ, કનુભાઈ સુવા, નિતીનભાઈ સાપરીયા સહીતના શહેરના દરેક ક્ષેત્રે પ્રતિષ્ઠિત હોદેદારો, આગેવાનો અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ સંસ્થા પાસે પોતાની જગ્યા ના હોવાથી ભાડાના મકાનમાં ચાલે છે.તેમજ આ સંસ્થાને સરકાર તરફથી કોઈપણ જાતની સરકારી સહાય પણ આપવામાં આવતી નથી માત્ર દાતાઓના સહયોગથી આ સંસ્થા ચાલે છે.ત્યારે આજરોજ ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રાણીબેન દાનાભાઈ ચંદ્રવાડિયાના પરિવાર જનોમાં ઉપસ્થિત ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયાએ પોતાના પરિવાર તરફથી ઉપલેટા શહેરના ભાયાવદર રોડ પર આવેલ પોતાનો ૮૦૦ ચોરસ વારનો પ્લોટ આ કાર્યક્રમમા આ સંસ્થાને દાનમાં આપવાની જાહેરાત કરતા ઉપસ્થિત લોકોની ખુશી સાથે વધાવી લીધી હતી.

(11:45 am IST)