Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ટંકારાની વિદ્યાર્થીની સાકીરા મેસવાણીયાને રાજયપાલના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત

કચ્છ યુનિવર્સીટી નર્સિંગની પરીક્ષામાં પ્રથમ આવતા

ટંકારા તા.૭ : ટંકારાની મોમીન સમાજની દિકરી સાકીરાબેન ઉસ્માનભાઇનુ રાજયપાલ શ્રી આચાર્ય દેવવૃતજીના હસ્તે બહુમાન કરાયેલ.

પંડીત શ્યામજી કૃષ્ણવર્માજી જન્મજયંતી નિમિતે ગુજરાત રાજયના મહામહીમ રાજયપાલ આચાર્ય દેવવ્રત તથા ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં કચ્છ યુનિ.નો પદવીદાન સમારોહમાં મોમીન સમાજની દિકરી મેસાણીયા સાકેરા ઉસ્માનભાઇ એ બીએમસી કોલેજ ઓફ નર્સીગમાં બીએસસી નસીંગમાં કચ્છ યુનિ.માં પ્રથમ નંબર મેળવી મેડલ મેળવ્યો હતો.

મહામહીમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે સાકેરા મેસાણીયાને ગોલ્ડ મેડલ એનાયત કરેલ. સાકેરાબેનના પિતા ગનીભાઇ તથા માતા જુલેમાબેન ટંકારામાં દૂધની ડેરી ચલાવેછે. સખત મહેનત કરી પાઇ પાઇ બચાવી દિકરીને ભણાવેલ. મેસાણીયા સાકેરાબેને મોમીન સમાજ અને ટંકારાનું ગૌરવ વધારેલ છે.

(11:42 am IST)