Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

બગસરામાં દિપડાએ ખેત મજુરને ફાડી ખાધો

ત્રણ દિવસમાં બે વ્યકિતનો ભોગ લીધો : બન્નેના મૃતદેહ સ્વીકારવા ઈન્કાર

 બગસરા તા. ૭: અમરેલી જિલ્લાના બગસરામાં રાત્રિના દીપડાએ પરપ્રાંતીય ખેત મજુર ને ફાડી ખાતા અરેરાટી વ્યાપી ગઈ છે બે દિવસ પહેલાં મોટા મુંજીયાસર ના વૃદ્ધ ઉપર હુમલો કરીને દીપડાએ તેને પણ ફાડી ખાધા બાદ આજે બીજા વ્યકિતનો શિકાર કરતા અરેરાટી વ્યાપી ગઈ છે છેલ્લા ત્રણ દિવસમાં બગસરા પંથકમાં દીપડાએ ત્રણ વ્યકિત ઉપર હુમલો કર્યો હતો જેમાં બે ના મોત થયા છે જ્યારે એક વ્યકિત ને ઈજા થઈ છે વનવિભાગ સામે લોકોનો આક્રોશ ફેલાયો છે બંનેના મૃતદેહો સ્વીકારવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો છે . બગસરા માં છેલ્લા ૩ દિવસ માં દીપડા ના ૪બનાવ માં બે વ્યકિતઓ ના મોત નિપજ્યા છે ત્યારે વનવિભાગ પર બગસરા તાલુકા ના ખેડૂતો નો રોષ ભભૂકી રહ્યો છે જ્યારે વિગત એવી છે કે બગસરા થી આશરે ૧.૫કિલોમીટર ઝાંઝરીયા રોડ પર આવેલ સુમનભાઇ નાથાભાઇ હિરાણી ની વાડી માં કામ કરતા ખેત મજૂરો સવાર ના ૩ વાગ્યા ના સુમારે ઓરડી ની ઓસરી માં ત્રણ ખેતમજૂરો સુતા હતા તેમાં વચ્ચે સુતેલા છગનભાઇ બરજોડ ઉ.વ. ૪૫ ને રહે. બાદરા તા. ચીખલા જી. રાજસ્થાન  વચ્ચે થી દીપડા દ્વારા ગળે થી પકડી ને ધસડવા ની કોશિશ કરતા ગળા ભાગે ગંભીર રીતે ઘવાયા હતા આ ઘટના બનતા  અન્ય બે  મજૂરો જાગી જતા દીપડો ઇજા કરી ભાગી ગયો હતો પણ છગનભાઇ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા આ ઘટના બનતા બગસરા સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહ ને લાવી પી.એમ. સહિત ની કામગીરી કરવા માં આવી હતી. ત્યારે બગસરા પટેલ સમાજ ગોકુળપરા ના પ્રમુખ સહિત ના ખેડૂતો એકઠા થઇ ગયા હતા તેમજ બગસરા ના ગ્રામ્ય વિસ્તારના સરપંચો પણ આવી ગયા હતા અને સવારે ૧૦.૩૦ કલાકે ને રજૂઆત કરવાનું નક્કી કરાયું હતું.

આ ઘટના ની બગસરા પોલીસ સ્ટેશન ને જાણ થતાં મામલતદાર આઈ. એસ. તલાટ, નાયબ મામલતદાર પ્રશાંતભાઈ ભીંડી બગસરા પી આઈ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા. સતત ત્રણ દિવસથી બનતા દીપડાના હુમલાઓથી ખેડૂતો રોષે ભરાયા છે તેમજ આ દીપડાઓને આ વિસ્તારમાંથી દૂર કરવા માટે જરૂરી તમામ કાર્યવાહી વનવિભાગ હાથ ધરે તેવી માંગ કરવામાં આવી છે.

(11:40 am IST)