Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ધોરાજીના સુપેડી ગામે બાથરૂમની ગેંડી વાગતા બાળકીનું મોત

ધોરાજી તા. ૭ : ધોરાજી પાસેના સુપેડી ગામે રહેતા વિરલભાઇ ભાલોડીયાની૮ વર્ષની બાળકી ગ્રીવા સ્કુલેથી પરત  આવી બાથરૂમમાં ન્હાવા ગયેલ અને તે દરમિયાન બાથરૂમનીગેંડી વાગી જતા તેને તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો જયા સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયુ હતુ. સરકારી હોસ્પિટલમાં તેનું પીએમ કરાયેલ વિરલભાઇને સંતાનમાંએક પુત્ર અને એક પુત્રી હતા આ દુઃખદ ઘટનાથી નાના એવા સુપેડી ગામમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.

(11:39 am IST)