Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

અમરેલીમાં વિધાનસભા મતદાન વિભાગ માટે માસ્ટર્સ ટ્રેનર્સની તાલીમ યોજાઇ

અમરેલી,તા.૭: ચૂંટણી પંચની સૂચના પ્રમાણે તમામ વયજૂથના ભારતીય મતદારોમાં રસપ્રદ પ્રવૃતિઓ અને બિન રાજકીય, તટસ્થ અને બિન પક્ષપાતી વલણ મારફત ચૂંટણી લક્ષી સાક્ષરતાને પ્રોત્સાહન આપવા જિલ્લામાં મતદાર સાક્ષરતા કલબની સ્થાપના કરવામાં આવી છે. તૉં ૧-૧-૨૦૨૦ ની લાયકાતની તરીકેના સંદર્ભમાં યોજાનાર મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ પરત્વે આ કલબ દ્વારા મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમ અસરકારક અને સુવ્યવસ્થિત થઇ શકે તે માટે કલેકટર કચેરી ખાતે તમામ માસ્ટર ટ્રેઇનર્સની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર. જી. આલ દ્વારા તમામ તાલીમાર્થીઓને મતદાર સાક્ષરતા કલબનો હેતુ તથા આ મતદાર જાગૃતિ અંતર્ગત કરવાની થતી પ્રવૃતિઓનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં SVEEP નોડલ અધિકારીશ્રી ગોહિલ, ચૂંટણી મામલતદાર એ.જી. ગજ્જર તથા જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેઈનરશ્રી સી.પી. ગોંડલીયા, એસ. એમ. કુરેશી ઉપસ્થિત રહ્યા હતા.

લશ્કરી ભરતી મેળામાં પાસ થયેલા ઉમેદવારો જોગ

અમરેલીઃગત ૪ નવેમ્બરના જામનગર ખાતે યોજાયેલ લશ્કરી ભરતી મેળામાં મેડિકલ ટેસ્ટમાં પાસ થયેલા તેમજ એડમિટ કાર્ડ મેળવેલા અમરેલી જિલ્લાના ઉમેદવારો માટે બિન-નિવાસી તાલીમ ૭ દિવસમાં શરુ કરવાનું આયોજન હોવાથી ઉચ્છુક ઉમેદવારોએ નોંધણી કાર્ડ તથા એડમિટ કાર્ડની ઝેરોક્ષ લગાવી અમરેલી રોજગાર કચેરીને ૭ દિવસમાં અરજી કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(11:38 am IST)