Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

''વાસ્મો'' યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ ૧પ૦૦ થી વધુ વસ્તીમાં ઉચી ટાંકી મંજુર કરવામાં આવશેઃ કુંવરજીભાઇ બાવળીયા

 આટકોટ તા. ૭: ૨'વાસ્મો'' સહાયિત ગ્રામ્ય પેયજળ યોજના હેઠળ ગામ/ફળીયામાં ૩૦૦૦ સુધીની વસ્તી ધરાવતા ગામોમાં ઉંચી ટાંકીનો ગામની આંતરિક પેયજળ યોજના યોજવામાં સમાવેશ ન કરવો અને પંપીંગ દ્વારા પાણી વિતરણ વ્યવસ્થા ગોઠવવાની જોગવાઇ હતી.

પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના ગ્રામીણ વિસ્તારોના પ્રવાસ દરમ્યાન સરપંચો દ્વારા કરવામાં આવતી રજુઆતને ધ્યાને લઇ રાજય કક્ષાની રીવ્યુ બેઠકમાં બોર્ડની જોગવાઇમાં ફેરફાર કરી વસ્તીની મર્યાદામાં ફેરફાર કરવા સુચન કર્યું હતું.

રાજયના કોઇપણ ગામ જેવા કે જનરલ/ટ્રાયબલ/એસ.સી. ડોમીનેટેડ વગેરેની હાલની વસ્તી ૧પ૦૦ થી ૩૦૦૦ હજાર વચ્ચે હોય અને ગામની માંગણી આવે તો ૧૦ ટકા લોકફાળો ભર્યેથી ઉંચી ટાંકી આપવાપાત્ર સ્ટોરેજ ક્ષમતા પ્રમાણે મંજુર કરવા મહત્વનો નિર્ણય પાણી પુરવઠા બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે.

ગામની વસ્તી ૧પ૦૦ કરતા ઓછી હોય અને ગામની માંગણી ઉંચી ટાકી માટે આવે તો ૧૦ ટકા લોકફાળો ભરવાની સહમતી સાથે વાસ્મોની વડી કચેરીએ જરૂરી મંજુરી મેળવી યોજનામાં સમાવેશ કરવાનો રહેશે અને ૩૦૦૦ હજાર કે તેથી વધુ વસ્તી વાળા ગામ/ફળીયામાં ઉંચી ટાંકીની કામગીરીના અંદાજો યોજનામાં સમાવેશ કરવાનો મહત્વનો નિર્ણય પાણી પુરવઠા બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે.

પાણી પુરવઠા બોર્ડના મહત્વના નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારોમાં ઉંચી ટાંકી બનાવી શેરી/મહોલ્લામાં પાઇપલાઇન દ્વારા પાણીના વિતરણ વ્યવસ્થા ઉભી થઇ શકશે અને ઘરે ઘરે પાણી પહોંચાડવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ''નલ સે જલ'' યોજના અંતર્ગત આગામી પાંચ વર્ષમાં દરેક ઘરમાં પાણી શુધ્ધ પુરૃં પાડવાના હેતુને સાકાર કરવામાં આવશે.

(11:37 am IST)