Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

પાટડીના એરવાડા ખાતે સ્થળ પર લોકોને સેવા પ્રદાન કરી ઉકેલ લાવ્યા

સુરેન્દ્રનગર,તા.૭: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના એરવાડા ખાતે ગઇ કાલે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એરવાડા, એછવાડા, આલમપુરા, વણોદ, છત્રોટ, અને સુશીયા ગામના લોકોએ તેમના પ્રશ્નો રજુ કર્યા હતા. લોકોને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે સેવા સેતુ કાર્યક્રમ થકી સરકાર નાનામાં નાના માણસો સુધી પહોંચી છે. 'સેવા સેતુ'કાર્યક્રમ દ્વારા સરકારે વ્યકિતગત પ્રશ્નો – સમસ્યાના નિરાકરણનું કાર્ય આરંભ્યું છે, ત્યારે લોકોના વ્યકિતગત પ્રશ્નોના નિરાકરણ માટે રાજય સરકાર સતત ચિંતા કરી નાગરિકોના વ્યકિતગત પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ હતું.

એરવાડા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં આવક, જાતિ, પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં નામ નોંધાવવાની અરજીઓ, મા અમૃતમ યોજના અને વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી, રાજય સરકારના વિવિધ વિભાગની યોજનાઓ હેઠળના વ્યકિતલક્ષી લાભો માટેની અરજીઓ વગેરેને લગત અંદાજે ૫૨૩ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે  પ્રાંત અધિકારીશ્રી કે.સી.વલવી, મામલતદારશ્રી કે.એસ.પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી બી.એચ.એરવાડીયા તેમજ અગ્રણી સર્વશ્રી પી. કે. પરમાર, સુરાભાઈ રબારી, હસમુખભાઇ પાવરા  સહિત મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહયા હતા.

(11:36 am IST)