Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

કાલે મૌન એકાદશીની આરાધના

ભાવનગર તા. ૭ : મૌન એકાદશી પર્વ રવિવારે આ દિવસે મૌન એકાદશી-પતનું પર્વ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે જૈનોના ત્રણ ચોવીશીના તીર્થકરોના ૧પ૦ કલ્યાણકો થયા છે તેથી આ દિવસે ઉપવાસ કરનારને ૧પ૦ ઉપવાસ અને પૌષધ કરનારને ૧પ૦ પૌષક જેટલું ફળ મળે છે. તેથી આવા ઉતમ ફળ આપનાર આ મહાપર્વની દરેકે આરાધના કરવી જોઇએ.

જૈનોના બાવીસમાં તીર્થંકર પરમાત્મા શ્રી નેમીનાથ પ્રભુજી દ્વારકા નગરીમાં સમોસર્યા તે સમયે શ્રીકૃષ્ણ મહારાજા પ્રભુને વંદન કરીને સભામાં બેઠા પ્રભુએ દેશના આપી દેશનાને અંતે શ્રીકૃષ્ણ મહારાજાએ પ્રભુને પુછયુ કે ભગવાન વર્ષના ૩૬૦ દિવસમાં એવો કયો ઉત્તમ દિવસ આવે છે કે જેમાં થોડુ તપ કરવાથી ઘણું ફળ મળે ?

જવાબમાં પ્રભુએ જણાવ્યું કે, હે કૃષ્ણ માગશર શુદ એકાદશીનો દિવસ સર્વપર્વોમાં ઉત્તમ છે કારણ કે આ દિવસે ત્રણે ચોવીસીના તીર્થંકરોના ૧પ૦ કલ્યાણકો આવેછે જેમાં ભરતક્ષેત્રમાં વર્તમાન ચોવીસીના ૧૮માં તીર્થંકર અરનાથ પ્રભુની દિક્ષા, રરમાં તિર્થંકર, શ્રી નમીનાથ પ્રભુને કેવળજ્ઞાન, ૧૯માં તીર્થંકર શ્રી મલ્લીનાથ પ્રભુના જન્મ-દિક્ષા-કેળવજ્ઞાન એમ ભરતક્ષેત્રમાં કુલ પાંચ કલ્યાણકો આ દિવસે થયા છે. તે પ્રમાણે કુલ પાંચ ભરતક્ષેત્રો, પાંચ એરાવૃત ક્ષેત્રોમાં પાંચ-પાંચ કલ્યાણકો થયા હોવાથી કુલ પ૦ કલ્યાણકો થયા. એમ વર્તમાન ચોવીસીના પ૦, ગઇ અતીત) ચોવીસીના પ૦ અને આવતી (અનાગત) ચોવીસના પ૦ મળી કુલ ૧પ૦ કલ્યાણકો માગશર શુદ એકાદશીના દિવસે થયા છે.

આ દિવસે જૈનો સામાયીક, પ્રતિક્રમણ, ોષધ, દેવવંદન, વાખ્યાન, મૌન, ઉપવાસ-આયંબિલ તપની આરાધના કરે તો ૧પ૦ ગણુ ફળ મળે છે. આ તપ ૧૧ વર્ષે પુરો થાય છે. તો સવે જૈનોને મૌન એકાદશીની આરાધના કરવા ભાવનગર સંઘના શ્રી દિવ્યકાંત સલોત જણાવે છે.

(11:35 am IST)