Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

પોરબંદરઃ મેમણ જમાતના પ્રમુખ-બિલ્ડર નાશરતોને આધીન આગોતરા જામીન મંજુર

પોરબંદર તા. ૭: પોરબંદર મેમણ જમાતના પ્રમુખ અને બિલ્ડર યુસુફ પુંજાણી (યુસુફ નુરી) નો આગોતરા જામીન ઉપર છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

શહેર પોરબંદરના વેપારી અને આર.ટી.આઇ. એકટીવિસ્ટ સલીમભાઇ યુસુફભાઇ સુર્યા દ્વારા યુસુફભાઇ પુંજાણી વિગેરે સામે દુકાનમાં તોડફોડ કરી લુંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી વિગેરે કલમો હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવેલ હતો.

આ કામે સામાવાળા યુસુફ પુંજાણી વિગેરે પોરબંદર કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરતા જે કોર્ટે ના-મંજુર કરેલ હતી. જેની સામે યુસુફભાઇ પુંજાણી વિગેરે આપીએ હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરેલ. ત્યારબાદ આરોપી નં. ૧,૩, ૪ તથા પ ના આ ગુન્હાના કામે ધરપકડ થઇ ચુકેલ છે. જેથી હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજીના કામે સુનવણી થઇ જતા હાઇકોર્ટ દ્વારા યુસુફભાઇ પુંજાણીને વિવિધ શરતોને આધીન રહીને જામીન અરજી મંજુર કરવામાં આવેલ જેમાં યુસુફભાઇએ આ ગુન્હાના કામે પોરબંદર શહેરમાં ૬ (છ) માસના સમયગાળામાં પ્રવેશ કરવો નહીં ફકત પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવા તથા નામદાર કોર્ટમાં હાજરી પુરાવા પ્રવેશ કરવો. આ સિવાયના દિવસોમાં શહેરમાં પ્રવેશવાનો પ્રતિબંધ લાદવામાં આવેલ છે.

(11:31 am IST)