Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ભાવનગર મહિલા કોંગ્રેસના મહામંત્રી જીજ્ઞાશાબેનનું રાજીનામુ

ભાવનગર તા ૭  : ભાવનગર શહેર મહિલા કોંગ્રેસના મહામંત્રી પદેથી જીજ્ઞાશાબેન ઓઝાએ રાજીનામું આપેલ છે.

શહેરના યુવા મહિલા અગ્રણી અને શહેર મહિલા કોંગ્રેસમાં મહામંત્રી જીજ્ઞાશાબેન ઓઝાએ તેના હોદ્દા પરથી રાજીનામું આપેલ છે. જોકે જીજ્ઞીશાબેને કોંગ્રેસમાં એક અદના કાર્યકર તરીકે કામગીરી ચાલુ રાખવાનું જણાવ્યું છે. શહેર કોંગ્રેસમાં મહિલા પ્રમુખની વિચારધારા સાથે કામ કરી શકે તેમ ન હોય તેઓએ હોદ્દા પરથી રાજુનામું આપેલ હોવાનું જણાવ્યું છે.

(12:02 pm IST)