Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

અલંગના સોસિયા ગામના યુવકની હત્યા અંગે ૪ની અટકાયત

 ભાવનગર તા.૭:અલંગના સોસિયા યાર્ડના પ્લોટ નંબર ૧૪૪નીંસામે દરિયા કિનારે એક યુવકની ઠંડા કલેજે હત્યા કરેલ લાશ પડી હોવાની વાત ન આધારે મરીન પો.સ.ઇ મહેશ્વરી સ્ટાફ ના માણસો ને લઈ દોડી ગયા હતા.ત્યાં હાજર લોકોના ટોળાએ મૃતક સોસિયા ગામના કાનાભાઈ ગોવિંદભાઈ ઢાપા ઉવ ૩૦ હોવાની ઓળખ આપી હતી.

મૃતકના પરિવાર જનોએ પોલીસને જણાવ્યું હતુંકે ગત રાત્રીના આઠેક વાગ્યાના સુમારે બાઈક જીજે ૪ એઆર ૫૬૫૬ નજ લઈ નીકળી ગયેલ. દ્યરેથી નીકળ્યા બાદ પરિવાર જનોને ફોન કરેલ કે રાત્રે દ્યરે નહિ આવું ચિંતાન કરતા. દ્યરે ફોન કરવામાં આવેલ તે મોબાઈલ નંબર મૃતક નોજ હતો.વાત કરવાના સમયે તેમની સાથે અન્ય વ્યકિત હતા. બાદમાં રાત્રીના સમયે પ્લોટ ૧૪૪ ની સામે દરિયા કિનારે લઈજઈ અથવા તો અન્ય સ્થળપર હત્યારાઓએ ખૂની ખેલ ખેલ્યો. ગળું, પેટ અને ઇન્દ્રિય ની ઉપર ના ભાગે તીક્ષ્ણ હથિયાર ના ઝનુન પૂર્વક એવા દ્યા ઝીકયા કે આંતરડા,હાડકા બહાર આવી ગયા હતા.

સર્કલ પો.ઇ ચૌધરી એ પી.એમ માટે લાશને તળાજા ખસેડેલ.જયાં મૃતક ના પરિવાર જનો અને જ્ઞાતિ આગેવાનો દ્વારા હત્યારાઓ ઝબ્બે ન થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો નનિયો ભણી દીધેલ હતો.પોલીસે સમજાવટ અને હત્યારાઓ હાથવેંતમાં હોવાનં કહી સમજાવટ થી કામ લેતા લાશ સ્વીકારી હતી.

મૃતકના ભાઈ વિનોદભાઇ ઢાપા ઉવ ૪૧.રે સોસિયા એ કોઈ અગમ્ય કારણોસર અજાણ્યા ઈસમોએ પોતાના નાનાભાઈ ની હત્યા કરી લાશ ફેંકી દઈ ફરાર થયાની મરીન પોલીસ માં ફરિયાદ નોંધાવતા તપાસ પો.સ.ઇ મહેશ્વરી એ હાથધરી છે.

તપાસ કર્તા પોલીસ અધિકારી એ જણાવ્યું હતુંકે મૃતક અગાઉ ભંગારની ચોરીના આરોપ માં આવી ગયેલ છે.તે ભંગાર ની ચોરીને લઈ આ વિસ્તારમાં જાણીતો હતો.આથી લાશ ઓળખવામાં તકલીફ ન પડી. હત્યા નું કારણ માં મુખ્ય કારણ 'માયા'નું પ્રેમ પ્રકરણ હોવાનું માનવામાં આવે છે.એ ઉપરાંત રૂપિયા ઉછીના, ભંગાર ચોરી, તથા રાત્રી દરમિયાન પાર્ટી કરી હતી.તેમાં કોઈ ડખો થયાનું અને હત્યા સમયે આજુબાજુના પ્લોટ ના રાત્રી સમયે વોચમેંન ને ખબર હોવાનુ પણ ચર્ચામાં રહયુ હતું.

હત્યા ના બનાવ ને લઈ પો.સ.ઇ મહેશ્વરી એ જણાવ્યું હતુંકે એલ.સી.બી ,એસ.ઓ.જી અને મરીન પોલીસ ની બે ટિમ હત્યારાઓ સુધી પહોંચવા કાર્યરત છે. આવતી કાલ સુધીમાં હત્યારાઓને પકડી પાડવામાં આવશે. સબધીતો માં એવી ચર્ચા છેકે પાંચેક ઈસમોએ મળી હત્યા ને અંજામ આપેલ છે. જેમાં ચાર ની પૂછપરછ ચાલુછે.

(11:29 am IST)