Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

તળાજા ડોકટર પર હુમલાના કાવતરામાં વૈદ્ય કાતરિયા સિવાય અન્ય પણ હોઈશકે છેઃ પોલીસ

ભાવનગર તા.૭: તળાજાના ડોકટર મિલન અગ્રાવત પર હુમલો કરનાર વિરુદ્ઘ ગઈકાલે નામદાર કોર્ટે દાખલ રૂપ વલણ દાખવી જેલભેગા કર્યા.આજે કાવતરું દ્યડવાનો જેના પર આરોપ છે તે વૈદ્ય કાતરિયા હજુ પોલીસ ને હાથ લાગ્યા નથી. ત્યાંજ પોલીસ ને સંકા છેકે હુમલાખોર અને કાતરિયા વચ્ચે અન્ય કોઈ મિડીએટર હોવું જોઈએ.

તળાજા શહેરમાં અતિ ચકચાર મચાવતા ડો.મિલન અગ્રાવત પર હુમલા પ્રકરણમાં હુમલાખોર ઇસમેં શિવમ હોસ્પિટલના ડો.કાતરિયા સાથે ત્રણેક માસ પહેલા થયેલી વાતચીત બાદ હુમલો કરવામાં આવ્યો છે.વ્યવસાયની અદાવતના કારણે. આ કબુલાત બાદ ખળભળાટ મચી ગયો હતો.

પોલીસે કાવતરું રચવાની કલમ ૧૨૦ બી ઉમેરી ડો.કાતરિયા ને હાજર થવા પાઠવેલ નોટિસ ને આજે બે દિવસ થયા છતાંય કાતરિયા પોલીસ ને હાથ લાગ્યા નથી.

તપાસકર્તા મહિલા પોલીસ અધિકારી એસ.એમ.સોલંકી એ જણાવ્યું હતુંકે આ દ્યટનામાં કાતરિયા સિવાય અન્યની પણ સંડોવણી હોવાનું નકારી શકાય તેમ નથી.આથી તે દિશામાં તપાસ હાથ ધરી છેને કોલ ડિટેઇલની રાહપણ જોવાઇ રહીછે.

ગઈકાલે કોર્ટના આકરા વલણ બાદ કાતરિયા ને પણ જેલ માં જવાનો વખત આવે તેવી સંભાવના ના પગલે ડો.કાતરિયા પોલીસના સકંજાથી દુર છે. જોકે કાતરિયા હુમલાખોરને જાણતા પણ નથીનું મોબાઈલ પરની વાત માં કહી ચુકયા છે.

(11:28 am IST)