Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

વિજયભાઇ ૨ 'દિ કચ્છમાં: ૧૫મીએ ઉપરાષ્ટ્રપતિ સફેદ રણમાં

ભુજ,તા.૭:  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે શનિવારે અને કાલે રવિવારે બે દિવસ કચ્છના પ્રવાસે છે. તેઓ કચ્છ ભાજપના અગ્રણી, રાજકોટ નાગરિક બેંકના ડાયરેકટર અને તેમના એબીવીપી સમયના વિદ્યાર્થી કાર્યકાળના મિત્ર એવા દિલીપભાઈ ત્રિવેદીના પરિવારના લગ્ન પ્રસંગમાં હાજરી આપી નવદંપતિને આર્શીવાદ આપશે. આવતીકાલે રવિવારે વિજયભાઈ કચ્છી લેઉવા પટેલ સમાજના કાર્યક્રમમાં હાજરી આપશે. ભુજમાં કચ્છી લેઉવા પટેલ સમાજ દ્વારા રૂપિયા ૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી હૃદયરોગ, કિડની, કેન્સર અને આયુર્વેદ હોસ્પિટલનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરાશે.ઙ્ગ

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સંભવિત પણે આવતા અઠવાડિયે કચ્છના મહેમાન બનશે. આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર વેંકૈયાજી કચ્છમાં બે દિવસ રોકાશે. તેઓ ૧૫ મી ડિસેમ્બર રવિવારે બપોરે ખાસ વિમાન દ્વારા ભુજ આવશે અને સાંજે ધોરડો સફેદ રણ જશે. તેમનું રાત્રી રોકાણ સફેદ રણ મધ્યે ટેન્ટ સિટીમાં રહેશે. તેઓ મોડી સાંજે કચ્છી લોક સંસ્કૃતિને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યા બાદ ચાંદની રાત્રે સફેદ રણનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળશે. તેઓ રજવાડી ટેન્ટ મધ્યે રાત્રી રોકાણ કરશે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની સંભવિત મુલાકાતને પગલે કચ્છનું વહીવટી તંત્ર અત્યારથી જ સજ્જ બની ગયું છે.

(11:06 am IST)