Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

વાંકાનેરના સતાપરમાં ઉછીના પૈસા આપવા બાબતે બે શખ્શોએ યુવાનને માર માર્યો : પોલીસ ફરિયાદ

લોખંડના પાઈપ વડે માર મારી અને છુટા પથ્થરના ઘા કરી ઈજા પહોંચાડી

 

વાંકાનેરના સતાપર ગામે ઉછીના પૈસા આપવા બાબતે મારામારી થઇ હતી જેમાં બે શખ્શોએ યુવાનને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

વાંકાનેરના સતાપર ગામના રહેવાસી દિનેશભાઈ વનાભાઈ મેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી જયરાજ કાઠી (રહે રંગપર તા. વાંકાનેર) ફરિયાદીના પિતાને પૈસા આપતા હોય જેથી ફરિયાદીએ ઉછીના પૈસા નહિ આપવા ઠપકો આપેલ જેનો ખાર રાખી આરોપી જયરાજ કાઠી (રહે રંગપર )અને વનાભાઈ ગેલાભાઈ મેર (રહે સતાપર ) લોખંડના પાઈપ વડે માર મારી ફરિયાદીને છુટા પથ્થરના ઘા કરી ઈજા પહોંચાડી છે પોલીસે મારામારીની ફરીયાદ નોંધી આરોપી વનાભાઈ મેરની અટકાયત કરી છે

(12:47 am IST)