Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

સરધારની મહિલાઓ દ્વારા હૈદરાબાદની પોલીસની કામગીરી બિરદાવાઇ : પીડિતાને શ્રદ્ધાંજલિ અપાઈ

 

સરધાર : હૈદરાબાદમાં મહિલા પશુ ડોક્ટર પર ગેંગરેપ બાદ તેણીને સળગાવી દેવાના આરોપીઓને  પોલીસ રિકંસ્ટ્રકશન માટે તેમને દ્યટનાસ્થળ પર લઈ ગઈ હતી, ત્યારે ચારે આરોપીઓએ ભાગવાની કોશિશ કરી હતી. પોલીસે લોકોને રોકવાની કોશિશ કરી પરંતુ તેઓ અટકયા નહીં અને તેમનું એન્કાઉન્ટર કરી દેવાયું હતું  હૈદરાબાદમાં ચાર દુષ્કર્મીઓ ભાગવા જતા પોલીસ દ્વારા તેનુ એન્કાઉન્ટર કરી ઠાર મારવા માં આવ્યા તે બદલ  રાજકોટ તાલુકાના સરધારની મહિલાઓ દ્વારા હૈદરાબાદ પોલીસ ને અભિનંદન આપીને તેની કામગીરી બિરદાવી હતી અને પીડિતાને શ્રધાંજલી આપવામાં આવી હતી

(11:10 pm IST)