Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ગોંડલ અને મુંબઇ મલાડની આંગળીયા પેઢી સાથે ગઠિયાએ 58 લાખની છેતરપીંડી આચરી

ગોંડલ નાની બજાર આર્ય શેરી મુંબઇ મલાડ ખાતે આવેલ આંગળીયા પેઢીના મેનેજરને વિશ્વાસમાં લઇ કોઈ ગઠિયાએ રૂ 58 લાખની છેતરપીંડી કરતા પોલીસ દ્વારા તપાસ ના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

   પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ આર્ય શેરી ખાતે આવેલ પી વિજય કુમાર એન્ડ કંપની ના મેનેજર રમેશભાઈ ત્રિભોવનદાસ પટેલ દ્વારા ગોંડલ સીટી પોલીસ માં અરજ કરવામાં આવી છે કે ઉમેશ સોલંકી નામના ગઠિયા એ ગોંડલ તેમજ મુંબઇ મલાડ ખાતે આવેલ તેઓની બ્રાન્ચ ઓફીસ ના મેનેજર ને વિશ્વાસ માં લઇ હવાલો કરવી આપવાનું જણાવી રૂ. 58 લાખ લાઇ જઇ છેતરપીંડી કરવામાં આવી છે, પોલીસ પણ 58 લાખની છેતરપીંડી ની અરજ થઈ ચોકી ઉઠી હતી અને પીઆઈએસ અલકાબેન ઠાકોર દ્વારા તાપસ ના ચક્રોગતિમાન કરાય હતા

   અત્રે એ ઉલ્લેખનીય છે કે દેશ ના તમામ શહેરોમાં આવેલ આંગળીયા પેઢી માં સીસીટીવી કેમેરા ઓ ફરજીયાત લગાવામાં આવ્યા છે, પોલીસે આ કેસ માં પણ જેના ફૂટેજ પણ પોલીસ દ્વારા તપાસવામાં આવશે.

(1:20 am IST)