Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ભાવનગર :મહિલા તબીબના ઘરે લુંટ- હત્યાના ગુન્હામાં સોના-ચાંદીના દાગીના સહીત 25 લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો

 

ભાવનગરમાં મહિલા તબીબના ઘરે લૂંટ અને હત્યાના ગુન્હામાં સોના ચાંદીના દાગીના સહીત 25 લાખથી વધુના મુદામાલ સાથે આરોપીને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે ગત તા.૨૨/૧૧/૨૦૧૮નાં રોજ નિલમબાગ પો.સ્ટે.માં ફરીયાદી  હિરેનભાઇ વિનોદભાઇ પરમાર (રહે.કાળીયાબીડ,ભાવનગર )એ  એવાં મતલબની ફરિયાદ દાખલ કરાવેલ કે,તેનાં પિતા વિનોદભાઇ પરમાર કે જેઓ ઘણાં વર્ષોથી ડો. માલતીબેનનાં દવાખાનામાં ચોકીદાર તથા કમ્પાઉન્ડર તરીકે કામ કરે છે. તેઓ રાતનાં પોણા દસેક વાગ્યા સુધી ઘરે આવેલ નહિ.જેથી તે ડો. માલતીબેનનાં ઘરે આવી જોતાં ઘરનો દરવાજો ખુલ્લો હોય.જેથી ઘરમાં જતાં તેનાં પિતાનાં બંને હાથ-પગ સાડીથી દાદરાની રેલીંગ પાસે બાંધી દીધેલ જોવામાં આવેલ. જેઓ મરણ ગયેલ હોય.આ ઘરનાં માલિક બહારગામ ગયેલ હોય.તેઓનાં ઘરમાં રાખેલ તિજોરી તથા તેઓની આઇ-૨૦ કાર રજી.નં.GJ-04-AP 9196 મળી કુલ રૂ.૮,૦૦,૦૦૦/ની કોઇ અજાણ્યા માણસો લુંટ કરી તેનાં પિતાનું મોત નિપજાવી ભાગી ગયા હોવા અંગેની ફરિયાદ દાખલ કરાવેલ. 

    ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રવિણસિંહ માલએ સ્થળની વિઝીટ કરેલ. આ ગંભીર પ્રકારનાં ગુન્હાનાં બનાવને પગલે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા,પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો ને આ બનાવ કોઇ પણ સંજોગોમાં શોધી આરોપીઓને ઝડપી લેવા માટે સખત સુચના આપેલ.

   ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને આ હત્યા તથા લુંટનાં ગુન્હામાં ફુલસર વિસ્તારમાં રહેતાં ઇસમો સંડોવાયેલ છે.તેવી મળેલ બાતમી આધારે એલ.સી.બી. ટીમે ફુલસર વિસ્તારમાં તપાસ કરતાં આ ગુન્હામાં ધવલ શંકરભાઇ સોલંકી, વિપુલ વાસુરભાઇ ભોકળવા , મુન્ના દાનાભાઇ મેર, અજય ઉર્ફે સુરેશ ઉર્ફે સુરો જીવરાજભાઇ, વિપુલ ભરવાડ તથા અન્ય ભરવાડ શખ્શ સંડોવાયેલ છે.તેઓને શોધી કાઢવા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે ભાવનગર પાણીની ટાંકીથી ઝવેલર્સ સર્કલ તરફ જતા રસ્તા ઉપર આવેલ હિમાલીયા મોલ પાસેના રસ્તા ઉપર આ કામના બીજા સહ આરોપીઓ વિપુલભાઇ વાસુરભાઇ ભુરાભાઇ ભોકળવા (ઉવ. ૨૩) ( રહે. ભાવનગર ફુલસર માર્કેટીંગ યાર્ડ સામે સ્વામીનારાયણ મંદિર પાછળ મફતનગર )કાયદાના સંઘર્ષનો બાળ આરોપી  વિપુલભાઇ  જીણાભાઇ ભકાભાઇ ચોહલા (ઉવ. ૧૭ ) ( રહે. ભાવનગર ભાંગલી ગેટ ભંગાર વાળો ખાંચો તળાજા રોડ સ્વામિનારાયણ મંદીર પાછળ )ઉભા છે. અને તેઓની પાસે એક થેલી છે. અને થેલીમાં કિમતી ચિજ વસ્તુઓ હોવાની શંકા છે. તેવી હકિકત મળી આવતા અને તેની પાસેથી સોનાના ચાંદીના દાગીનાઓ મળી આવતા જેમા સોનાની બંગડી, સોનાના ચેઇન તથા મંગલ સુત્ર ,સોનાની બુટીઓ અલગ અલગ ભાટની ,ચાંદીના સિકકાઓ, સોનાની તુટેલી ચીપ્પસનો ભુકો વિગેરે મળી કુલ આશરે બે કિલો સોના ચાંદીના દાગીના  કિ.રૂ. ૨૫,૮૧,૪૫૦નો મુદામાલ સાથે મળી આવતા ઉપરોકત ગુન્હાની કબુલાત કરતા તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ કરવા માટે તેને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો.

 ભાવનગર,એલ.સી.બી. ટીમે ડો. માલતીબેનનાં ઘરે થયેલ હત્યા અને લુંટનાં ગુન્હામાં વણશોધાયેલ ગંભીર ગુન્હો શોધી લુંટમાં સોના ચાંદીના દાગીના કિ.રૂ. ૨૫,૮૧,૪૫૦નો મુદ્દામાલ તથા બે આરોપીને ઝડપી પાડવામાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે.

  સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા, પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં વનરાજસિંહ ચુડાસમા, મહિપાલસિંહ ગોહિલ, કિરીટભાઇ પંડયા, દિલુભાઇ આહિર,ભહિપાલસિંહ ચુડાસમા, રાજેન્દ્દસિંહ સરવૈયા, ચંદ્દસિંહ વાળા, વિઠ્ઠલભાઇ બારૈયા, ઇમ્તિયાઝખાન પઠાણ, ચિંતનભાઇ મકવાણા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

 

(1:18 am IST)
  • ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી અતુલ કરવાલની બઢતી :સીઆરપીએફમા આઈજી તરીકે ફરજ બજાવી રહેલા કરવાલ ન એડિશનલ ડિજી તરીકે અપાઈ બઢતી : હાલ CRPF મા આઈજી તરીકે ડેપ્યુટશન પર છે અતુલ કરવાલ. access_time 9:52 pm IST

  • સુરતની ઓલપાડ મામલતદાર કચેરીમાં ઘટના: સુરત કલેકટરનો વેચાણ પરવાનગી આપતો ખોટો હુકમ બનાવી ખોટો રાઉન્ડ વારો સિક્કો મારી જમીન પચાવી પાડવાનું કાવતરું બહાર આવ્યું :ઓલપાડના સોંસક ગામે આદિવાસીની ૭૩-એએ ની જમીન પચાવી પાડવા રચાયું કાવતરું: ઓલપાડ મામલતદારએ ઓલપાડ પોલીસ સ્ટેશન નોંધાવી ફરિયાદ: કીર્તિભાઈ પટેલ, દલશુખ નારોલા- કતારગામ - સુરત, ભરત ભાઈ નામના ત્રણ ઈસમો સામે નોંધાવી ફરિયાદ: સમગ્ર મામલે ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી. access_time 9:29 pm IST

  • ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ બીફ ખાતા પોસ્ટ કર્યો ફોટો ;કહ્યું ભાજપ શાસિત ગોવામાં જશ્ન માનવી રહયો છું :રામચંદ્ર ગુહા ભાજપની નીતિઓના ટીક્કાકાર છે :આગાઉ અમદાવાદ યુનિવર્સીટીમાં ભણાવવા ઇન્કાર કર્યો હતો : ગુહાએ ટ્વીટ કર્યું કે જુના ગોવામાં જાદુઈ સવાર ગુજાર્યા બાદ પણજીમાં લંચ કર્યું :ગોવા ભાજપ શાસિત છે એટલા માટે જશ્નમાં મેં બીફ ખાવા નિર્ણંય કર્યો :ગુહાએ ગોવાની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી access_time 12:36 am IST