Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ભાજપે સભ્યોને ખરીદ્યા :અમે પાયાના માણસો છીએ :ક્યારેય સ્વાર્થ જોયો નથી છતાં આટલો મોટો વિશ્વાસઘાત : જસદણના કોંગ્રેના ઉમ્મેદવાર અવસર નાકીયાના ગંભીર આરોપ : વિડીયો થયો વાયરલ

તેઓ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહ્યાં છતા 18 ગામમાં પણ નથી ગયા. તેઓ હાર ભાળી ગયા છે:કુંવરજીભાઈનો જવાબ

જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે એક વિડિઓ વાયરલ થયો છે જેમાં મોબાઇલ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે કોંગી ઉમેદવાર અવસર નાકિયા એક ખુરશી પર બેઠા છે અને ચર્ચા કરી રહ્યા છે. અવસર નાકિયા બોલી રહ્યાં છે કે આજ સુધી સાહેબે (કુંવરજી બાવળિયા) જે કીધું તે અમે કર્યું છે. અમે પાયાના માણસો છીએ. અમે 360 દિવસ કામ કરનારા માણસો છીએ. અમે ક્યારે અમારો સ્વાર્થ નથી જોયો. તેમ છતા આટલો મોટો વિશ્વાસઘાત કર્યો. આ તો અમારા કોળી સમાજના કેટલાક જિલ્લા પંચાયતના સભ્યો મુર્ખા કહેવાય, ભાજપમાં જવું તો પૂરતી કિંમત તો લેવી જોઇતી હતી ને.

  બીજી બાજુ વાયરલ વીડિયો પર કુંવરજી બાવળિયાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે એને રાજકીય એકડો શીખવવાવાળો હું છું, જો એ સાબિત કરી આપે તો હું જાહેર જીવન છોડી દઇશ. આ બધી વાહિયાત વાતો છે, અઢી વર્ષમાં તેઓ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહ્યાં છતા 18 ગામમાં પણ નથી ગયા. તેઓ હાર ભાળી ગયા છે, એટલે આવી વાતો કરે છે. આ મતદારોને ભડકાવવાનો પ્રયાસ છે

  વધુમાં અવસર નાકિયાએ જણાવ્યું કે આજની તારીખમાં જો હું ભાજપમાં જાવ તો જસદણ કે વીછિયાની પબ્લિક મને 25 મત પણ આપે એવી નથી. મારી તો આ બજી ટર્મ છે, આ તો સાહેબ(કુંવરજી બાવળિયા)ગયા એટલે બોલવા લાગ્યો. મેં કોઇ'દી ભાષણ કર્યું નથી કોઇ દી ઉભો નથી થયો. આ પ્રથમવાર છે. આ તો માથે પડ્યું એટલે. અમને સાહેબે કોઇદી ઉભા થવા જ નથી દીધા.

(9:54 am IST)