Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

જામનગરમાં જી,જી હોસ્પિટલમાંથી નર્સના ડ્રેસમાં બાળકીને ઉઠાવી જનાર યુવતીની શોધખોળ :બાળકી મળી : હાશકારો

પીળો કુર્તો અને જાંબલી લેજીસ પહેરેલી નર્સ જેવી દેખાતી યુવતીના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ ચાલુ

જામનગરની જી,જી,હોસ્પિટલમાંથી નર્સ જેવી દેખાતી કોઈ યુવતી નવજાત બાળકીને ઉઠાવી જતા ખળભળાટ મચી જવા પામ્યો હતો પીળા કલરનો કુર્તો અને જાંબલી જેવા કલરની લેજીસ પહેરેલી કોઈ યુવતી નર્સના ડ્રેસમાં બાળકીને ઉઠાવી જતી સીસીટીવી ફુટેજમાં જોવા મળી હતી

 પોલીસે સઘન શોધખોળ બાદ બાળકી સહી સલામત મળી આવતા હશકારો અનુભવાયો છે આ બાળકીને ઉઠાવી જનાર યુવતીની શોધખોળ હાથ ધરાઈ છે

  આ અંગેની વિગત મુજબ જામનગર જી.જી.હોસ્પિટલના ગાયનેક વોર્ડમા થી આજે બપોરે જન્મેલી એક બાળકીને કોઈ અજાણી મહિલાને જેને નર્સ જેવો ડ્રેસ પેહરેલ હોય તે લઇ જવાની ઘટનાથી ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો,ખુદ જીલ્લા પોલીસવડા સિંઘલ,ડીવાયએસપી જાડેજા સહિતનો કાફલો પણ બનાવની ગંભીરતાને જોતા હોસ્પિટલ ખાતે દોડી અને જુદી જુદી તપાસ ટીમો સીસીટીવીના વર્ણન ને આધારે કામે લગાવી હતી જેને લઈને જામનગર પોલીસને આ બાળકીને શોધી કાઢવામાં ગણતરીની કલાકોમાં સફળતા મળી છે,

  આ અંગે સીટી ડીવાયએસપી એ.પી.જાડેજા એ જણાવ્યું હતું કે હોસ્પિટલમાંથી ઉઠાવી જવાયેલ બાળકી ખોડીયાર કોલોની નજીક સુમનબેનના પુત્રી શિલ્પાબેનને સોંપીને જતી રહેલ.,અને જેને બાળકી સોંપવામાં આવી તેને આ મામલે પોલીસને જાણ કરતાં તુરંત જ પોલીસ પણ ત્યાં પહોચી ચુકી હતી,અને બાળકી નો કબજો મેળવ્યો હતો,કલાકોની અંદરજ ગુમ થયેલ નવજાત બાળકી તેના માતાપિતા ને પોલીસ દ્વારા જયારે સહીસલામત રીતે સુપ્રત કરવામાં આવી ત્યારે પોલીસ અને પરિવારજનો વચ્ચે પણ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા,

  આ ઘટનામાં બાળકીને ઉઠાવી જનાર મહિલાની શોધખોળ પોલીસ દ્વારા જારી રાખવામાં આવી હોવાનું પણ જાડેજા એ જણાવ્યું હતું.

 

(10:18 pm IST)
  • જાતીય સતામણી કેસમાં ધરપકડ થયેલ મીકાસિંહનો સંયુક્ત આરબ અમીરાતમાં છુટકારો :17 વર્ષીય બ્રાઝીલીયન મોડલને વાંધાજનક ફોટા મોકલવાના કથિત ફરિયાદ બાદ ગાયક મીકાસિંહની ધરપકડ કરાઈ હતી :તેને બોલીવુડની ફિલ્મમાં કામ અપાવી દેવાનો પણ વાયદો કર્યો હતો :અબુધાબીના રાજદૂતના હસ્તક્ષેપ બાદ મીકાસિંહને મુક્તિ મળી ;હવે બાદમાં અદાલતમાં રજૂ થશે :મીકાસિંહની દુબઈમાં ધરપકડ કરાઈ હતી : ફરિયાદકર્તા પાસે અબુધાબીના વિઝા હોવાથી મીકાસિંહને અબુધાબી લઇ જવાયો હતો access_time 12:43 am IST

  • ભારતના ચિફ ઇકોનોમિક એડ્વાઇઝર તરીકે ક્રિષ્નામૂર્થી સુબ્રમનિયમની નિમણુંક : IIT/IIM પૂર્વ ટોપ રેન્કિંગ સ્ટુડન્ટ તથા અમેરિકાના શીકાગોમાંથી Ph.D ડિગ્રી મેળવી હૈદ્રાબાદની બિઝનેસ સ્કૂલમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવાઓ આપતા ક્રિષ્નામૂર્થી 3 વર્ષ માટે દેશના ચીફ ઇકોનોમિક એડવાઈઝર તરીકે સેવાઓ આપશે access_time 5:46 pm IST

  • પેરિસમાં વિરોધ પ્રદર્શનને પગલે એફિલ ટાવર પ્રવાસીઓ માટે બંધ કરાયો :છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ હિંસાના માહોલને ધ્યાને લઈને ફ્રાન્સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસની સંખ્યા 65 હજારથી વધારીને 89 હજાર કરી દેવાઈ access_time 12:45 am IST