Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

હળવદના ચરાડવાના સહજાનંદ ગુરૂકુળના સંચાલક સહિત ૩ વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ

એડમિશન આપવાનાં બહાને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ અંગે પોલીસ તપાસનો ધમધમાટ

હળવદ તા. ૭: હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતી સમાજ સેવીકાને સહજાનંદ ગુરૂકુળમાં એડમિશન આપવાને બહાને સહજાનંદ ગુરૂકુળના સંચાલક લલીતભાઇ મકનભાઇ પટેલ રે. ચરાડવા, અલ્કેશ મણિલાલ પટેલ રહે. ચરાડવા અને એક અજાણ્યા ઇસમે ચરાડવા ખાતે આવેલ ગુરૂકુળમાં માર્ચ-ર૦૧૬માં આ દુષ્કર્મ આચરાયું હતું. પરંતુ લાંબા સમયગાળા બાદ ફરીયાદ નોંધાવી છે.

વધુમાં સહજાનંદ ગુરૂકુળના સંચાલકો દ્વારા ફરીયાદીને એડમીશન લેવા ગયેલ તે વખતે ફરીયાદીની મરજી વિરૂધ્ધ આરોપીઓ દુષ્કર્મ આચર્યું હતું.

અજાણ્યા ઇસમે દરવાજો બંધ  કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે કલમ ૩૭૬, પ૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધી ત્રણેય આરોપીને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. (૭.૧૭)

(3:50 pm IST)
  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST

  • અમદાવાદ : મેટ્રો પ્રોજેક્ટના કોન્ટ્રકટરને અપાઈ નોટીસ :છેલ્લા દોઢ મહિનાથી કામ બંધ કર્યું હોવાના કારણે મેટ્રો પ્રોજેક્ટ ઓથોરીટી દ્વારા કામ ફરી શરુ કરવા અપાઈ ચેતવણી :જો તેમ ન કરાય તો કોન્ટ્રાક્ટ રદ્દ કરવા અપાઈ ચેતવણી access_time 3:18 pm IST

  • દેશના પાંચ રાજ્યોની ધારાસભાની ચૂંટણીઓના એક્ઝિટ પોલ શરૂ : ટાઈમ્સ નાવ તથા CNX એક્ઝિટ પોલ મુજબ તેલંગાણામાં TRS સત્તા જાળવી રાખશે : MP માં ભગવો લહેરાશે : રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન આવશે :છત્તીસગઢમાં બી.જે.પી.નું શાસન જળવાઈ રહેવાની શક્યતા access_time 6:16 pm IST