Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

આઇશરમાંથી ગબડેલા પાઇપ નીચે આવી જતા મોતઃ લીંબડી પાસે બનાવ

ભેંસ આડી આવતા અચાનક બ્રેક મારવાથી : પરિવારજનો મજૂરી અર્થે જુનાગઢ જઇ રહ્યા હતા

સુરેન્દ્રનગર તા. ૭ : લીમડી અમદાવાદ અને લીમડી રાજકોટ વચ્ચે અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે લીંબડી બગોદરા વચ્ચે ચાલુ આઇસરમાઙ્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે એક વ્યકિતનું મોત નીપજયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ પતિ-પત્ની અને અન્ય ત્રણ લોકો જયારે પાણી ભરેલ આઇસરમા સવાર થઈ મજૂરી અર્થેઙ્ગ જુનાગઢ તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાનહાઈવે રોડ ઉપર એકાએક ભેંસ ચડી આવતા આઇસર ડ્રાઈવરે બ્રેક મારીએ દરમિયાન ગાડીમાં સવાર ચંદુભાઈ કાશીરામ દેવીપૂજક જેવો વિરમગામના કરણ ગઢ ગામના વતની છે. જેઓ સુતા હતા અને બ્રેક લાગતાં આઇસરમાં ભરેલ પાઈપ તેમના ઉપર ગબડી પડતા અને ચંદુભાઈ પાઈપ નીચે આવી જતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજયું હતું. આ વાતની પાણશીણા પોલીસ સ્ટેશને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી લાશને પોસ્ટ મોર્ટમ અર્થે લીમડી ખસેડાઇ હતી અને અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:35 pm IST)
  • છોટાઉદેપુર ખાતે આવેલી લાંચ રૂશ્વત કચેરી માં ઘરફોડ ચોરી થઈ છેતસ્કરો દરવાજા ના ન્કુચા તોડી ઑફિસ માં પ્રવેશી તીજોરી માંથી 55, 000 રોકડા પાવડર વાળી નોટો લઇ ગયા છેતેમજ ગુનાના કામે વપરાયેલ કવર જેમા લાંચ રૂશ્વત માં પકડાયેલા આરોપી ઓ ના જવાબના કવરો પણ ફાડી ને લઇ ગયા છે access_time 3:56 pm IST

  • પેરિસમાં વિરોધ પ્રદર્શનને પગલે એફિલ ટાવર પ્રવાસીઓ માટે બંધ કરાયો :છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ હિંસાના માહોલને ધ્યાને લઈને ફ્રાન્સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસની સંખ્યા 65 હજારથી વધારીને 89 હજાર કરી દેવાઈ access_time 12:45 am IST

  • ૬ રાજયોના પેપર લીક થયાનું ખુલ્યુ : વધુ ૩થી ૪ શંકાસ્પદની અટકાયત : એટીએસની તપાસ : યશપાલ સહિત ૩ આરોપીઓને કોર્ટમાં લઈ જવાયા : પોલીસ ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરશે : મોબાઈલ કોલ ડિટેઈલની પણ તપાસ કરાશે access_time 3:27 pm IST